'એક ભાઈ સાથે લગ્ન પછી 5 ભાઈઓ સાથે સંબંધ બનાવવા મજબૂર', 'માતૃભૂમિ'માં દમદાર રોલ અને સલમાન જેવા એક્ટર સાથે કામ કર્યું પણ હિટ ના ગઈ ગુજરાતી એક્ટ્રેસ તુલીપ જોષી

બોલિવૂડમાં એવી અનેક એક્ટ્રેસિસ છે, જેણે શરૂઆતમાં હિટ ફિલ્મ્સ આપી હોય પણ પછી ઈન્ડસ્ટ્રીમાં વધુ સમય સુધી ટકી શકી ના હોય.

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 11:12 AM
bollywood actress tulip joshi worked in hindi and south indian films

મુંબઈઃ બોલિવૂડમાં એવી અનેક એક્ટ્રેસિસ છે, જેણે શરૂઆતમાં હિટ ફિલ્મ્સ આપી હોય પણ પછી ઈન્ડસ્ટ્રીમાં વધુ સમય સુધી ટકી શકી ના હોય. આવું જ એક નામ છે તુલિપ જોષી. તુલિપનો જન્મ 11 સપ્ટેમ્બર, 1979ના રોજ મુંબઈમાં થયો હતો. તેના પિતા ગુજરાતી તથા માતા અરમેનિયન છે. મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં સ્કૂલિંગ અને વિવેક કોલેજમાંથી મજોરિંગ ફૂડ સાયન્સ એન્ડ કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 2002માં યશ ચોપરાની ફિલ્મ 'મેરે યાર કી શાદી હૈં'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ હિટ રહી હતી પરંતુ પછી એક પણ ફિલ્મ હિટ ગઈ નહોતી. છેલ્લે 2014માં 'જય હો'માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મમાં તેનો કેમિયો રોલ હતો. જેને કારણે કોઈએ તેને નોટિસ કરી નહોતી. તુલિપ 2014-15માં ટીવી સીરિયલ 'એરલાઈન્સ'માં પાયલટના રોલમાં જોવા મળી હતી.


કેપ્ટન વિનોદ નાયર સાથે કર્યાં લગ્નઃ
ફિલ્મ્સમાં કામ કરવા દરમિયાન તુલિપને કેપ્ટન વિનોદ નાયર સાથે પ્રેમ થઈ ગયો. વિનોદ પોપ્યુલર નોવેલ 'પ્રાઈડ ઓફ લોયન્સ' લખી છે. બન્ને લગભગ 4 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનમાં રહ્યા હતા. જોકે કહેવામાં આવે છે કે, બાદમાં બન્નેએ લગ્ન કરી લીધા. તેના લગ્ન અંગે વધુ માહિતી મળતી નથી.


સંભાળે છે પતિની 600 કરોડની કંપનીઃ
બોલિવૂડ એક્ટ્રેસ હોવાની સાથે એન્ટરપ્રિન્યોર પણ છે. લગ્ન બાદ તે પતિ વિનોદ નાયરની સાથે તેની 600 કરોડની કંપનીમાં કામ કરી રહી છે. વિનોદ નાયર 1989થી 1995 સુધી ઈન્ડિયન આર્મીમાં રહ્યા છે. તે પંજાબ રેજિમેન્ટની 19મી બટાલિયાનમાં હતા. ત્યાર બાદ તે આર્મી છોડીને મુંબઈ આવી ગયા. સપ્ટેમ્બર 2007માં પોતાની ટ્રેનિંગ અને મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ(KIMMAYA) શરૂ કરી. મીડિયા સર્કલમાં તેને કેપ્ટન વિનોદ નાયર નામથી ઓળખવામાં છે.

બોલિવૂડ ડેબ્યૂઃ
2000માં ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો પરંતુ તે વિનર બની શકી નહીં. જોકે, પોન્ડ્સ, સિયારામ, પેપ્સી તથા બીપીએલ જેવી અનેક જાણીતી બ્રાન્ડ્સની જાહેરાતમાં કામ કર્યું હતું. તુલિપે યશરાજ બેનરની ફિલ્મ 'મેરે યાર કી શાદી'થી 2002માં બોલિવૂડ એન્ટ્રી લીધી છે. નિર્માતા આદિત્ય ચોપરા પોતાના એક ફ્રેન્ડના લગ્નમાં ગયો હતો અને ત્યાં તેણે તેને જોઈ હતી. આદિત્યએ તુલિપને ઓડિશન માટે બોલાવી હતી. જોકે, આ સમયે તુલિપને હિંદી બોલતા પણ આવડતું નહોતું. આથી, જ તેને ફિરોઝ ખાન સ્ટુડિયોમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી.


'માતૃભૂમિ'માં યાદગાર રોલ છતાંય ના ચાલી કરિયરઃ
વર્ષ 2003માં આવેલી ફિલ્મ 'માતૃભૂમિ'માં કલ્કિ બનીને એક્ટ્રેસ તુલિપ જોષીએ પાંચ ભાઈઓ સાથે લગ્ન કર્યાં હતાં. કન્યા ભ્રૂણ હત્યા પર બનેલી આ ફિલ્મમાં ભવિષ્યની વાત કરવામાં આવી હતી, જેમાં લગ્ન માટે કોઈ યુવતી બચશે નહીં. ફિલ્મમાં તુલિપે કલ્કિનો રોલ પ્લે કર્યો હતો, જે પાંચ ભાઈઓ સાથે લગ્ન કરે છે અને રોજ અલગ-અલગ ભાઈઓ સાથે રાત પસાર કરે છે. માત્ર એટલું જ નહીં લગ્નની પહેલી જ રાતે સસરા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવે છે.


બોલિવૂડમાં ના ચાલી તો કરી સાઉથ ફિલ્મ્સઃ
તુલિપને બોલિવૂડમાં સફળતા ના મળી તો તેણે સાઉથ ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેણે 2007માં 'મિશન 90 ડેઝ'માં કામ કર્યું હતું. 2003માં તેણે તેલુગુ ફિલ્મ 'વિલન' અને હિંદીમાં 'માતૃભૂમિ' કરી હતી. તેણે 'દિલ માંગે મોર' (2004), 'શૂન્ય' (2006), 'ધોખા' (2007), 'કભી કહીં' (2007), 'સુપરસ્ટાર' (2008), 'ડેડી કૂલ' (2009), 'રનવે' (2009), 'હોસ્ટલ' (2010) જેવી ફિલ્મમાં તુલીપ કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તે તેલુગુ, પંજાબી અને કન્નડ ફિલ્મ્સમાં પણ કામ કરી ચૂકી છે. ટ્યુલિપે તેલુગુ, પંજાબી, કન્નડમાં કામ કર્યું છે. તેણે ટીવી સીરિયલ 'એરલાઈન્સ'માં પાયલોટની ભૂમિકા ભજવી હતી.

17 વર્ષ મોટો હતો આ બોલિવૂડ એક્ટ્રેસનો પહેલો પતિ, 25 વર્ષ બાદ આપ્યા ડિવોર્સ, 45ની ઉંમરમાં કર્યાં બીજા લગ્ન

X
bollywood actress tulip joshi worked in hindi and south indian films
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App