રેખાનો બર્થડેઃ વધુ ફિલ્મ્સ ના કરવા છતાંય આજે કેવી રીતે જીવે છે Lavish લાઈફ સ્ટાઈલ, ભાડે આપી રાખ્યા છે ઘરો, રેખાની આવકના સોર્સ, એક સમયે અમિતાભ કરતાં વધુ ભર્યો હતો ટેક્સ

બોલિવૂડ એક્ટ્રેસ રેખા 64 વર્ષની થઈ ગઈ છે. 10 ઓક્ટોબના રોજ રેખાનો જન્મદિવસ છે

divyabhaskar.com | Updated - Oct 10, 2018, 04:08 PM
bollywood actress rekha celebrated her 64th birthday on 10th Oct

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ રેખા 64 વર્ષની થઈ ગઈ છે. 10 ઓક્ટોબના રોજ રેખાનો જન્મદિવસ છે. રેખા મુંબઈના બાંદ્રા સ્થિત સી ફેસિંગ બંગલોમાં રહે છે. જેની કિંમત કરોડોમાં છે. આ બંગલો ફરહાન અખ્તર તથા શાહરૂખ ખાનના બંગલાની નજીકમાં છે. રેખા હવે ફિલ્મ્સમાં બહુ એક્ટિવ નથી અને જાહેરાતમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. રેખા પોતાની લેવિશ લાઈફ સ્ટાઈલ કેવી રીતે મેનેજ કરતી હશે, તે સવાલ ચાહકોના મનમાં ઘણીવાર થતો હોય છે. આજે અમે તમને રેખાની લાઈફ સ્ટાઈલ તથા ઈનકમ સાથે જોડાયેલા પોઈન્ટ્સ સમજાવીશું કે તે કઈ રીતે લાઈફ સ્ટાઈલ મેઈનટેઈન કરે છે.


પ્રોપર્ટીઃ
રેખા પાસે મુંબઈ તથા સાઉથ ઈન્ડિયમાં ઘણી જ પ્રોપર્ટી છે, જેને ભાડે આપી છે. celebritynetworth.com ના મતે, રેખાની નેટવર્થ 296 કરોડ રૂપિયા છે. 1980-81માં રેખાએ ઈનકમ ટેક્સમાં 4.25 લાખ ચૂકવ્યા હતાં. તે વર્ષે અમિતાભે 4.16 લાખ રૂપિયા ટેક્સ ભર્યો હતો.


ફિલ્મઃ
રેખા હાલમાં ભાગ્યે જ કોઈ ફિલ્મમાં જોવા મળે છે પરંતુ તે જે પણ ફિલ્મ કરે છે, તેમાંથી તેને સારા એવા પૈસા મળે છે.


બ્રાન્ડ એન્ડોર્સમેન્ટઃ
રેખા હવે બહુ ઓછી જાહેરાતોમાં જોવા મળે છે. હોર્ડિંગ કે ડિસપ્લેમાં જ્યારે પણ રેખાનો ફોટો યુઝ કરવામાં આવે ત્યારે એક્ટ્રેસને ચોક્કસ અમાઉન્ટ મળે છે. થોડા વર્ષ પહેલાં બિહાર સરકારે રેખાને બિહારની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી.


ફિક્સ ડિપોઝિટઃ
રેખા કોઈ ખોટા ખર્ચ કરતી નથી. તે પૈસાનું સેવિંગ કરતી રહે છે. રેખાની કરિયર જ્યારે ટોચ પર હતી ત્યારે તેણે તમામ પૈસા ફિક્સમાં મૂકી દીધા હતાં. જે આજે પણ તેને કામમાં આવે છે.


જૂનો સ્ટાફઃ
રેખાના સ્ટાફની વાત કરીએ તો લાંબા સમયથી એ જ ડ્રાઈવર તથા વોચમેન છે. તેની સેક્રેટરી ફરઝાના એક્ટ્રેસના પડછાયાની જેમ રહે છે. રેખા પોતાના માટે બહુ સ્ટાફ રાખતી નથી. તે મિડલ ક્લાસ ભારતીય વેલ્યૂને સમજે છે. તે ક્યારેય ડિઝાઈનર સાડી પહેરતી નથી. તે વિદેશ પ્રવાસે પણ ભાગ્યે જ જાય છે અને કોઈ લેટેસ્ટ કાર ખરીદતી નથી. તે જરૂરિયાત હોય તેમાં જ પૈસા ખર્ચે છે.


રાજ્યસભા મેમ્બરઃ
રેખા રાજ્યસભાની મેમ્બર છે. તેને દર વર્ષે પગાર તથા અન્ય ભથ્થા તરીકે 65 લાખ રૂપિયા મળે છે.


ગિફ્ટ્સઃ
રેખાને મોટાભાગે સાડીઓ ગિફ્ટ્સમાં મળી છે. રેખા પાસે સાડીઓનું એક મોટું કલેક્શન છે. જેમાં કાંજીવરમ, સિલ્ક, બનારસી, મહેશ્વરી જેવી સાડીઓ છે.


ટીવી શોમાં અપિયરન્સઃ
ટીવી શો જ્યારે રેખાને આમંત્રણ આપે ત્યારે શોમાં જવા માટે એક્ટ્રેસ પેમેન્ટ્સ લેતી હોય છે. જોકે, આ શોમાં જ્યારે રેખા પોતાની ફિલ્મના પ્રમોશન માટે જાય ત્યારે તેને કોઈ જ અમાઉન્ટ મળતી નથી.


રિબન કટિંગ સેરેમનીઃ
જ્યારે બિગ કંપની પોતાની પ્રોડક્ટ લોન્ચ કરતી હોય અથવા પબ્લિક ઈવેન્ટ્સ કરતી હોય ત્યારે સ્ટાર્સને બોલાવતા હોય છે. આ સમયે સ્ટાર્સને ચોક્કસ અમાઉન્ટ આપવામાં આવે છે. આ સિવાય જો રેખા કોઈના લગ્ન, પાર્ટી, બર્થડે હાજરી આપે તો તે પૈસા લે છે.

B'Day: બુકમાં દાવોઃ રેખાના બેડરૂમમાં પ્રવેશી શકે છે માત્ર એક્ટ્રેસની મહિલા સેક્રેટરી, 'લાઈફ પાર્ટનર' હોવાની પણ ચર્ચા

X
bollywood actress rekha celebrated her 64th birthday on 10th Oct
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App