પહેલી મુલાકાતમાં અજય દેવગણને કાજોલ લાગી હતી અભિમાની અને વાતોડિયણ, બીજીવાર મળવા પણ નહોતો માંગતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 'બાઝીગર', 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'પ્યાર કિયા તો ડરના ક્યા', 'કભી ખુશી કભી ગમ' જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી કાજોલ પાંચ ઓગસ્ટના રોજ 44 વર્ષની થઈ ગઈ છે. મુંબઈમાં જન્મેલી કાજોલે 1999માં અજય દેવગણ સાથે લગ્ન કર્યાં હતાં. અજય જ્યારે પહેલી જ વાર કાજોલને મળ્યો હતો ત્યારે તેને એક્ટ્રેસ બિલકુલ ગમી નહોતી. એક ઈન્ટરવ્યૂમાં અજયે કહ્યું હતું કે ફિલ્મ 'હલચલ'ના શૂટિંગ પહેલાં તે એકવાર કાજોલને મળ્યો હતો અને આ મુલાકાત બાદ તે કાજોલને બીજાવાર મળવા માંગતો નહોતો. પહેલી મુલાકાતમાં અજયને કાજોલ બહુ જ લાઉડ, અભિમાની અને વાતોડિયણ લાગી હતી.


બંને એકબીજાથી હતાં એકદમ અલગઃ
અજય દેવગણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેની અને કાજોલની પર્સનાલિટી એકદમ અલગ હતી. બંને એકબીજાને બિલકુલ મેચ થાય એમ જ નહોતાં. 90ના દાયકામાં અજયના સંબંધો અન્ય એક્ટ્રેસ હતાં અને તે કાજોલને લઈ સહેજ પણ ગંભીર નહોતો. એક ઈન્ટરવ્યૂમાં કાજોલો કહ્યું હતું કે અજય સાથે 'હલચલ'માં પહેલો શોટ આપતી વખતે તેને મનમાં એમ થયું કે આ વ્યક્તિ તેના જીવનમાં મહત્વનો રોલ પ્લે કરી શકે એમ છે. જોકે, તે સમયે કાજોલ અને અજય અન્ય કોઈ સાથેના રિલેશનશીપમાં હતાં. બંને મિત્રોની જેમ સાથે સમય વિતાવતા હતાં. આ સમયે કાજોલ એક્ટર અજય પાસેથી લવ લાઈફને લઈ સલાહ લેતી હતી.


કેવી રીતે આવ્યા નિકટઃ
બંનેની પહેલી મુલાકાત 'હલચલ'ના સેટ પર થઈ હતી. પહેલાં તેઓ મિત્ર બન્યા હતાં. જ્યારે કાજોલ પહેલી જ વાર અજયને મળી ત્યારે અજય એક ખૂણામાં શાંતિથી એકલો બેઠો હતો. તેને વધુ વાત કરવી પસંદ નહોતી. ત્યારે કાજોલને એમ લાગતું હતું કે કોઈ વ્યક્તિ વાત કર્યાં વગર કેમ રહી શકે. જોકે, ધીમે-ધીમે તેઓ વાત કરવા લાગ્યા અને તેમની વચ્ચે મિત્રતા બંધાઈ હતી. આ ફિલ્મ બાદ તેમણે 'ઈશ્ક', 'પ્યાર તો હોના હી થા', 'દિલ ક્યા કરે', 'રાજુચાચા' જેવી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું હતું. સમયની સાથે સાથે અજય અને કાજોલ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતાં. અંતે, 1999માં બંનેએ લગ્ન કરી લીધા હતાં. બંનેએ દેવગણ હાઉસમાં મહારાષ્ટ્રિયન પરંપરાથી લગ્ન કર્યાં હતાં. હવે બંને દીકરી ન્યાસા તથા દીકરા યુગના પેરેન્ટ્સ છે.


માત્ર 25ની ઉંમરમાં કાજોલે કર્યાં હતાં લગ્નઃ
કાજોલે જ્યારે અજય દેવગણ સાથે લગ્ન કર્યાં ત્યારે તેની ઉંમર માત્ર 25 વર્ષની હતી અને તે કરિયરમાં ટોચ પર હતી. એક ઈન્ટરવ્યૂમાં કાજોલે ખુલાસો કર્યો હતો કે તે જીવન તથા કરિયરમાં એક સ્થિરતા લાવવા માંગતી હતી. આથી જ તેણે લગ્નનો નિર્ણય લીધો હતો. તેને બોલિવૂડમાં કામ કરે નવ વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. દર વર્ષે તેની 4-5 ફિલ્મ્સ રીલિઝ થતી હતી. તેની પાસે બધું જ હતું પરંતુ પોતાના માટે જ સમય નહોતો, શાંતિ નથી. આથી જ તેણે આ સમયે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેણે નક્કી કર્યું હતું કે હવે તે લગ્ન કરશે અને વર્ષમાં એકથી વધુ ફિલ્મમાં કામ કરશે નહીં.

 

 

લંડનમાં કૃણાલ પંડ્યા મળ્યો અજય દેવગણને, તસવીર પોસ્ટ કરી તો કિક્રેટર પોલાર્ડે પૂછ્યું, ''શું આ તારા રિયલ ડેડ છે?''