પરિણીત હોવા છતાંય સોનાલી બ્રેન્દ્રને પ્રેમ કરવા લાગ્યો હતો સુનિલ શેટ્ટી, ક્યારેય ના કરી શક્યો પ્રેમનો સ્વીકાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટી 11 ઓગસ્ટના રોજ 57 વર્ષનો થશે. સુનિલનો જન્મ 11 ઓગસ્ટ, 1961માં મુલ્કિ, કર્ણાટકમાં થયો છે. સુનિલ શેટ્ટીએ 1992માં ફિલ્મ 'બલવાન'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. હાલમાં સુનિલ શેટ્ટી લાઈમ-લાઈટથી દૂર રહે છે પરંતુ એક સમય હતો જ્યારે તે બોલિવૂડમાં એક્ટિવ હતો. તે પોતાની એક્શન તથા ડિફરન્ટ સ્ટાઈલ માટે જાણીતો હતો. જોકે, સુનિલ શટ્ટ એક સમયે એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને પ્રેમ કરવા લાગ્યો હતો. આ સમયે તે પરિણીત હતો.


ક્યારેય ના કર્યો પ્રેમનો ઈઝહારઃ
90ના દાયકામાં સુનિલ શેટ્ટી તથા સોનાલીની જોડી સૌથી સુંદર જોડીમાંથી એક હતી. બંને અનેક ફિલ્મ્સમાં રોમાન્સ કરતાં જોવા મળ્યાં હતાં. જોકે, રિયલ લાઈફમાં સુનિલ ક્યારેય પોતાના પ્રેમનો સ્વીકાર કરી શક્યો નહીં. બંનેએ 'ટક્કર', 'સપૂત', 'કહર' જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. સુનિલ શેટ્ટી મનમાં ને મનમાં જ સોનાલીને પ્રેમ કરવા લાગ્યો હતો. આટલું જ નહીં સોનાલી પણ સુનિલ શેટ્ટીને પ્રેમ કરવા લાગી હતી. આ સમયે સુનિલ પરિણીત હતો અને તે પોતાની ફેમિલીને વિશ્વાસઘાત આપવા માંગતો નહોતો. તો સામે સોનાલી પણ કોઈના ઘરને તોડવા માંગતી નહોતી. આટલું જ નહીં બંનેએ એકબીજાથી અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું. આ જ કારણથી સુનિલ શેટ્ટીએ ક્યારેય પ્રેમનો સ્વીકાર કર્યો નહીં. સુનિલ શેટ્ટીના નિકટના મિત્ર ગોવિંદાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો સુનિલ પહેલેથી પરિણીત ના હોત તો તે જરૂરથી સોનાલી સાથે લગ્ન કરી લેત.


કેન્સરગ્રસ્ત સોનાલીને આપી હિંમતઃ
સોનાલી હાલમાં ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહી છે. તેને હાઈગ્રેડ કેન્સર છે. જ્યારે સુનિલને આ વાતની જાણ થઈ ત્યારે તેણે સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે તે સોનાલી માટે સ્ટ્રેન્થ, પાવર, પ્રેમ અને જલ્દી સાજી થાય તેવી પ્રાર્થના કરે છે. આ મુશ્કેલ સમયમાંથી તે પસાર થઈ રહી છે, આ સમય તેના પરિવાર માટે પણ એટલો જ મુશ્કેલ છે. તેના પરિવારને હાલમાં સ્ટ્રેન્થની જરૂર છે. આ એક એવી બીમારી છે, જેમાં તમે સ્ટ્રોગ રહો અને પરિવારનો સાથ મળે તો જલ્દી સાજા થઈ જાવ છો.


લગ્નમાં પત્નીને આપી હતી કારઃ
સુનિલે 1991માં માના કાદરી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નમાં માનાએ બીએમડબલ્યૂ કાર ગિફ્ટ કરી હતી. સુનિલે આ કારની પાછળ  'BMW- Be My Wife' લખાવ્યું હતું. લગ્ન પહેલાં સુનિલ અને માના એકબીજાને નવ વર્ષ સુધી ડેટ કરતાં હતાં અને પછી લગ્ન કર્યાં હતાં. માના કાદરી ગુજરાતના એક મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે.


આ ફિલ્મ્સમાં કર્યું છે કામઃ
'વક્ત હમારા હૈં', 'દિલવાલે', 'મોહરા', 'ગોપી કિશન', 'બોર્ડર', 'હેરાફેરી', 'ધડકન', 'કાંટે', 'ફિર હેરાફેરી', 'મિશન ઈસ્તંબુલ', 'જય હો', 'કોયલાંચલ', 'દેસી કટ્ટે' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. હવે સુનિલ શેટ્ટી પોતાનો સમય હોટલ બિઝનેસમાં આપી રહ્યો છે. 

 

'હિરો' ફ્લોપ થયા બાદ સુનીલ શેટ્ટીની દીકરીનો જોખમી નિર્ણય, હવે રમશે ફૂટબોલ