લગ્નના 3 વર્ષમાં બે બાળકો છતાંય એકદમ ફિટ જોવા મળે છે શાહિદ કપૂરની પત્ની, પહેલાં બાળકના જન્મ બાદ માત્ર 3 મહિનામાં આવી ગઈ હતી શૅપમાં

divyabhaskar.com

Sep 07, 2018, 05:08 PM IST
shahid kapoor wife delivered a baby boy on 5th September

મુંબઈઃ શાહિદ કપૂરની પત્નીનો સાત સપ્ટેમ્બરના રોજ 24મો જન્મદિવસ હતો. સાત સપ્ટેમ્બર, 1994માં દિલ્હીમાં જન્મેલી મીરાએ પાંચ સપ્ટેમ્બરના રોજ બીજીવાર સંતાનને જન્મ આપ્યો હતો. મીરાએ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. શાહિદ-મીરાને એક દીકરી મિશા છે. તેનો જન્મ 26 ઓગસ્ટ, 2016માં થયો હતો. મીરા-શાહિદે 7 જુલાઈ, 2015ના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષની અંદર જ મીરા બે બાળકોની મોમ બની ગઈ છે. પ્રેગ્નેન્સી દરમિયાન મીરા પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખતી હતી. શાહિદ પણ પત્નીની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે.


લગ્ન બાદ શાહિદ સાથે જતી જીમમાં:
શાહિદ કપૂર પત્ની મીરાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે. લગ્ન બાદ તે પત્નીને જીમમાં પણ સાથે લઈ જતો હતો. પ્રેગ્નેન્સી સમયે મીરા યોગ તથા જીમમાં જતી હતી. મિશાના જન્મના ત્રણ મહિના બાદ જ મીરા પૂરી રીતે ફિટ થઈ ગઈ હતી. આ જ કારણે શાહિદ-મીરા ડિરેક્ટર કરન જોહરના શો 'કોફી વિથ કરન'માં જોવા મળ્યાં હતાં. સેકન્ડ પ્રેગ્નેન્સી સમયે પણ મીરા લાઈટ વર્કઆઉટની સાથે હેલ્ધી ડાયટ લેતી હતી.


ખાસ પ્રકારના સલાડથી પોતાને ફિટ રાખે છે મીરાઃ
કેટલાંક દિવસો પહેલાં મીરા રાજપૂતે ઈન્સ્ટ્રાગ્રામ પર પોતાની ફિટનેસ અંગે વાતો શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે તે ભોજનમાં સલાડ લેવાનું ક્યારેય ભૂલતી નથી. મીરાના મતે, તેને જ્યારે પણ સમય મળે ત્યારે તે સલાડ પોતાની જાતે તૈયાર કરે છે. આટલું જ નહીં સલાડમાં તે બિટના પાંદડાઓનો ખાસ ઉપયોગ કરે છે. આ સિવાય તે લીલું મરચું, ઈટાલિયન ચીઝ તથા લસણની પેસ્ટ પણ નાખે છે. સાથે જ સ્ટ્રોબેરી પણ હોય છે.


અમીનો સોસ તથા સોયા ફૂડ પણ લે છે મીરાઃ
મીરા શાકભાજી અમીનો સોસ સાથે બનાવે છે. અમીનો સોસ વેજીટેરિયન ફૂડ પસંદ કરતાં લોકોની વચ્ચે ઘણું જ લોકપ્રિય છે. આ વજનને પણ કંટ્રોલમાં રાખે છે. અમીનો સોસ એક રીતે લિક્વિડ અમીનો એસિડ હોય છે, જે શરીરને પ્રોટિનની જરૂરિયાત પૂરી પાડે છે. આ સિવાય મીરા સોયા ફૂડ પણ લે છે, જે 8 પ્રકારના એમિનો એસિડનો સોર્સ છે. જેમાં કેલ્શિયમ, આયરન, મિનરલ્સ, મેન્ગનીઝ, સેલેનિયમ તથા ફોસ્ફોરસ હોય છે.

15 વર્ષ પહેલાં ગુમ થયો હતો બોલિવૂડ એક્ટર, મોતના સમાચાર આવ્યા બાદ રીષિએ શોધ્યો તો અંતે મળ્યો હતો પાગલખાનામાંથી

X
shahid kapoor wife delivered a baby boy on 5th September
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી