16 વર્ષનો થયો રાજેશ ખન્નાનો દોહિત્ર, પાપા અક્કીએ ફોટો શૅર કરીને લખ્યું, ''મારાથી વધુ સ્માર્ટ અને અમીર છે'', પહેલી જ વાર મોમ વગર મનાવ્યો બર્થ ડે

અક્ષય કુમારના દીકરા આરવનો 15 સપ્ટેમ્બર(શનિવાર)ના રોજ 16મો જન્મદિવસ હતો

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 12:40 PM
akshay kumar wish his son 16th birthday on social media

મુંબઈઃ અક્ષય કુમારના દીકરા આરવનો 15 સપ્ટેમ્બર(શનિવાર)ના રોજ 16મો જન્મદિવસ હતો. તેનો જન્મ 15 સપ્ટેમ્બર, 2002માં મુંબઈમાં થયો હતો. અક્ષય કુમારે દીકરાને બર્થડે વિશ કરતાં એક તસવીર શૅર કરી હતી. સાથે લખ્યું હતું, 'Taller than me, smarter than me, wealthier than me, nicer than me! My wish for you this year and always will be to have everything more than I ever had ❤️ Happy birthday Aarav 😘😘'. ઉલ્લેખનીય છે કે આરવ બોલિવૂડના પહેલાં સુપરસ્ટાર સ્વ. રાજેશ ખન્નાનો દોહિત્ર છે. આરવની મોમ ટ્વિંકલ ખન્ના, રાજેશ ખન્નાની દીકરી છે.


લાઈમ-લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે આરવઃ
આરવની મોમ ટ્વિંકલ ખન્ના આ વખતે દીકરા સાથે જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે નહોતી. તેણે દીકરાને બર્થડે વિશ કરીને ટ્વિટ કરી હતી કે તે દીકરાને ઘણો જ મિસ કરે છે. ટ્વિંકલે ટ્વિટ કરી હતી, 'Fifteen birthdays together and the first one apart -Missing the birthday boy terribly #happy16th'.


મોદીએ ખેંચ્યા હતાં આરવના કાનઃ
અક્ષય કુમાર તથા ટ્વિંકલનો દીકરો જુહૂની ઈકોલે મોડિઆલે વર્લ્ડ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. વધુ અભ્યાસ માટે તે લંડન જવાનો છે. આરવને માર્શલ આર્ટ્સ ઘણી જ પસંદ છે. ફેબ્રુઆરી, 2016માં અક્ષયે એક તસવીર શૅર કરી હતી, જેમાં પીએમ મોદી આરવના કાન ખેંચતા જોવા મળ્યાં હતાં. અક્ષયે આ તસવીર સાથે લખ્યું હતું, ''એક પિતાના જીવનની પ્રાઉડ મોમેન્ટ, જ્યારે પ્રધાનમંત્રી તમારા દીકરાના કાન ખેંચે અને કહે કે તે એક સારો દીકરો છે''

51ની ઉંમરમાં પણ આ નવ નિયમોને કારણે આટલો ફિટ છે ખિલાડી કુમાર અક્ષય

X
akshay kumar wish his son 16th birthday on social media
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App