51ની ઉંમરમાં પણ આ નવ નિયમોને કારણે આટલો ફિટ છે ખિલાડી કુમાર અક્ષય

akshay kumar followed these 9 rules in his life

divyabhaskar.com

Sep 09, 2018, 04:03 PM IST

મુંબઈઃ અક્ષય કુમાર 51 વર્ષનો થઈ ગયો છે. 9 સપ્ટેમ્બર, 1967માં અમૃતસરમાં જન્મેલો અક્ષય પોતાની એક્ટિંગની સાથે સાથે ફિટનેસને કારણે પણ જાણીતો છે. 51ની ઉંમરમાં પણ અક્ષય કુમાર પાર્ટી તથા આલ્કોહોલથી દૂર રહે છે. તે રોજ સવારે સાડા ચારે ઉઠી જાય છે અને રાત્રે નવ વાગ્યા સુધીમાં સૂઈ જાય છે. નાઈટ શિફ્ટ બને ત્યાં સુધી ટાળે છે. પોતાનો સ્ટેમિના વધારવા માટે અઠવાડિયામાં બેથી ત્રણવાર બાસ્કેટબોલ રમે છે. ટાઈમ મળે ત્યારે દીકરા સાથે સ્વિમિંગ કરે છે. પોતાની ફિટનેસ માટે અક્ષય કુમાર નવ રૂલ્સ વર્ષોથી ફોલો કરે છે. આ રૂલ્સ તે ક્યારેય તોડતો થી.


2017માં એક ઈન્ટરવ્યૂમાં અક્ષય કુમારે પોતાના ફિટનેસ સિક્રેટ્સ શૅર કર્યાં હતાં. અક્ષયે કહ્યું હતું કે તે બસ પોતાના પરિવાર તથા વર્ક આઉટનું ધ્યાન રાખે છે. તે ક્યારેય સ્ટ્રેસ લેતો નથી. હેલ્થી લાઈફ અંગે અક્ષયે કહ્યું હતું કે તેની પાછળ કોઈ સાયન્સ થે. તમામે સાદું જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ.


અક્ષય કુમારનું ડાયટઃ
બ્રેકફાસ્ટઃ પરોઠા, એક ગ્લાસ દૂધ અથવા જ્યૂસ અથવા મિલ્કશેક અને એગ્સ
સ્નેક્સઃ ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, લીલા શાકભાજી
લંચઃ દાળ, રોટી, બાફેલા લીલા શાકભાજી, બાફેલું ચિકન તથા દહીં
ડિનરઃ સૂપ, લીલા શાકભાજી, સલાડ
બ્રાઉન રાઈસ ખાવાનું પસંદ કરે છે.


આ નવ નિયમને કરે છે ફોલોઃ
1. સાંજે 6.30 સુધીમાં ડિનર લઈ લે છે. તે માને છે કે સૂવાના ચારથી પાંચ કલાક પહેલાં જમી લેવું જોઈએ. જેથી ડાયજેસ્ટનો સમય પૂરતો મળી રહે.
2. પ્રોટિન શેક લેતો નથી. તે માને છે કે લાંબા સમયે આ નુકસાનકારક છે.
3. ખાંડ તથા મીઠું પ્રમાણસર જ લે છે.
4. રોજ અડધો કલાક મેડિટેશન કરે છે. જેનાથી શાંતિ મળે છે અને સ્ટ્રેસ ઓછો થાય છે.
5. પોતાની સાથે નટ્સ તથા ફ્રૂટ્સ રાખે છે. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આ બંને વસ્તુ ખાઈ લે છે.
6. દિવસમાં ચારથી પાંચ લીટર પાણી પીવે છે.
7. મેટાબોલિઝ્મ રેટ વધુ હોય, તેવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. મેટાબોલિઝ્મ યોગ્ય હોય તો ફિટનેસ સારી રહે છે અને વજન વધતું નથી.
8. એક સામટું બહું બધું ખાતો નથી. થોડાં-થોડાં કલાકના અંતરે થોડું થોડું ખાય છે.
9. જ્યારે વર્કઆઉટ ના થાય તો 15-20 મિનિટ ક્વિક વોક કરે છે. રોજ ફિઝિકલ એક્ટિવિટી કરે છે.

માત્ર ફિલ્મ્સમાં જ નહીં પરંતુ Real Lifeમાં દેશભક્ત છે અક્ષય કુમાર, ખેડૂતોથી લઈ શહીદ સૈનિકોના પરિવારને કરી ચૂક્યો છે મદદ

X
akshay kumar followed these 9 rules in his life
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી