ક્યારેક વેટર તો ક્યારેક પટાવાળાનું કર્યું હતું કામ, 18 મહિના સુધી મફતમાં કરી હતી નોકરી, આવી છે અક્ષય કુમારની સુપરસ્ટાર બનવાની વાત

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે નવ સપ્ટેમ્બરના રોજ પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 04:03 PM
know about akshay kumar struggle story, how he become super star of bollywood

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે નવ સપ્ટેમ્બરના રોજ પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. રાજીવ ભાટિયામાંથી અક્ષય કુમાર બનેલા એક્ટરને અહીં સુધી પહોંચવામાં ઘણી જ મહેનત કરવી પડી હતી. સામાન્ય બાળકની જેમ અક્ષય કુમારે પણ અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ નોકરી કરવાનું વિચાર્યું હતું. તે પહેલેથી સારો ડાન્સર હતો. જોકે, એક્ટિંગ અંગે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું નહોતું. કોલેજના દિવસોમાં લાઈફમાં ટર્ન આવ્યો અને તેણે માર્શલ આર્ટમાં કરિયર બનાવવાનો નિર્ણય કર્યો અને તે બેંગ્કોક ગયો હતો. અહીંયા તેણે વેટર તરીકે કામ કર્યું અને શૅફ બનવાની ટ્રેનિંગ લીધી હતી.


ભારત પરત આવ્યા બાદ પટવાળાની કરી નોકરીઃ
તાઈક્વાંડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યા બાદ અક્ષય કુમાર ભારત પરત આવ્યો હતો. અહીંયા તેણે માર્શલ આર્ટ શીખવવાનું શરૂ કર્યું હતું પરંતુ તે સમયે ભારતમાં માર્શલ આર્ટ લોકપ્રિય નહોતી. તેથી જ અક્ષયે પોતાના માટે નોકરી શોધવાની શરૂઆત કરી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, કોલકાતામાં અક્ષય કુમારે ટ્રાવેલ એજન્સીમાં પટાવાળા તરીકે કામ કર્યું હતું. ત્આરબાદ તે સેલ્સમેન બનીને ઢાકા ગયો હતો. પછી દિલ્હીમાં જ્વેલરી ટ્રેડર તરીકે કામ કર્યું અને થોડાં વર્ષો બાદ મુંબઈમાં માર્શલ આર્ટ ટીચર તરીકે કામ કર્યું હતું.


18 મહિના ફ્રીમાં કર્યું આસિસ્ટન્ટ તરીકે કામઃ
અક્ષય કુમાર માર્શલ આર્ટ શીખવવા માટે આવ્યો હતો પરંતુ અહીંયા વિદ્યાર્થીઓ તેને મોડલિંગમાં જવાની સલાહ આપતા હતાં. જોકે, તેના માટે દમદાર પોર્ટફોલિયોની જરૂર હતી. ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે કે પોતાનો પોર્ટફોલિયો તૈયાર કરાવવા માટે અક્ષય કુમાર ફોટોગ્રાફર જયેશ સેઠના ત્યાં આસિસ્ટન્ટ તરીકે 18 મહિના ફ્રીમાં કામ કર્યું હતું. જ્યારે પોર્ટ ફોલિયો તૈયાર થયો થયો પછી અક્ષય કુમાર ઓડિશન આપવા લાગ્યો હતો. આ સમયે તેણે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું.


ફ્લાઈટ ચૂક્યો અને નસીબ ખુલ્યું:
એકવાર અક્ષય કુમાર મોડલિંગ એસાઈન્મેન્ટ માટે બેંગલુરૂ જતો હતો પરંતુ ફ્લાઈટ ચૂકી ગયો હતો. આ સમયે તેની મુલાકાત પ્રમોદ ચક્રવર્તીની મુલાકાત થઈ અને ફિલ્મ 'દિદાર' સાઈન કરી હતી. જોકે, આ ફિલ્મ 1992માં રીલિઝ થઈ હતી. આ પહેલાં અક્ષય કુમારની 1991માં 'સૌગંધ' રીલિઝ થઈ હતી પરંતુ તે ફ્લોપ થઈ હતી. ત્યારબાદ 'ડાન્સર' પણ ફ્લોપ રહી હતી. 1992માં આવેલી 'ખિલાડી'થી અક્ષય કુમાર રાતોરાત સ્ટાર બન્યો હતો. જોકે, બે વર્ષ સુધી અક્ષયની ફિલ્મ્સ ફ્લોપ રહી અથવા તો એવરેજ રહી હતી.


'તુ ચીઝ બડી હૈં..' સાબિત થયું ટર્નિંગ પોઈન્ટઃ
1994માં અક્ષય કુમારની 'મોહરા' તેના કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. આ ફિલ્મનું ગીત 'તુ ચીઝ બડી હૈં મસ્ત મસ્ત' ઘણું જ લોકપ્રિય થયું હતું. અક્ષય કુમારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના જીવનમાં ત્રણ બાબતોએ ખાસ ભૂમિકા ભજવી છે, 'ખિલાડી' ફિલ્મ, 'તુ ચીઝ બડી હૈં...' સોંગ તથા 'ચુરા કે દિલ મેરા.' સોંગ. આ ત્રણેય બાબતોએ તેની કરિયરને ટોચ પર લઈ ગઈ છે. 1995-1999 નો સમય અક્ષય માટે નબળો રહ્યો. આ સમય દરમિયાન અક્ષય કુમારની 20 ફિલ્મ્સ રીલિઝ થઈ હતી. જેમાં 'સબસે બડા ખિલાડી', 'ખિલાડીઓ કા ખિલાડી', 'જાનવર' તથા 'ઈન્ટરનેશનલ ખિલાડી' હીટ રહી હતી. 1997માં આવેલી 'દિલ તો પાગલ હૈં'માં અક્ષય કુમારનો કેમિયો ચાહકોને યાદ રહી ગયો હતો.


2000થી કોમેડી પર હાથ અજમાવ્યોઃ
2000થી 2008 સુધી અક્ષય કુમારનું કરિયર સારું ચાલ્યું હતું. આ સમય દરમિયાન અક્ષય કુમારે કોમેડી ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. જોકે, 2008થી 2012 સુધી અક્ષયની અનેક ફિલ્મ્સ ફ્લોપ ગઈ હતી. જોકે, 2013માં 'સ્પેશ્યિલ 26' બાદ અક્ષય કુમારે દેશભક્તિ ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. જે બોક્સ-ઓફિસ પર હીટ રહી હતી.

જ્યારે જાહેરમાં અક્ષય કુમારે પત્ની પાસે ખોલાવડાવ્યું જીન્સનું બટન, પોલીસે કરી હતી ટ્વિંકલની ધરપકડ

X
know about akshay kumar struggle story, how he become super star of bollywood
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App