જ્યારે જાહેરમાં અક્ષય કુમારે પત્ની પાસે ખોલાવડાવ્યું જીન્સનું બટન, પોલીસે કરી હતી ટ્વિંકલની ધરપકડ

akshay kumar and twinkle khanna interesting love story

divyabhaskar.com

Sep 10, 2018, 03:49 PM IST

મુંબઈઃ 51 વર્ષીય અક્ષય કુમાર તથા તેની પત્ની ટ્વિંકલ ખન્ની લવલાઈફ ઘણી જ રસપ્રદ છે. 2009માં અક્ષય કુમારની ભૂલને કારણે પોલીસે ટ્વિંકલ ખન્નાની ધરપકડ કરી હતી. લેકમે ફેશન વીકમાં અક્ષય કુમાર એક જીન્સને પ્રમોટ કરતો હતો. ટ્વિંકલ ખન્ના ફર્સ્ટ રૉમાં બેઠી હતી. જ્યારે અક્ષય રૅમ્પ વોક કરતો હતો અને ટ્વિંકલ પાસે આવીને ઉભો રહી ગયો હતો. તેણે પત્નીનો હાથ ખેંચીને જાહેરમાં પોતાના જીન્સનું બટન ખોલાવ્યું હતું.


અક્ષય-ટ્વિંકલ વિરૂદ્ધ થઈ હતી FIR...
મુંબઈના વાકોલા પોલીસ સ્ટેશનમાં ટ્વિકંલ ખન્ના તથા અક્ષય વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં ટ્વિંકલની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેને તરત જ 950 રૂપિયામાં જામીન મળી ગયા હતાં. ટ્વિંકલને 2016માં 'કૉફી વિથ કરન'માં આ કિસ્સાની વાત કરી હતી.


ટાઈમપાસ માટે અક્ષયને બનાવ્યો હતો બોયફ્રેન્ડઃ
'કૉફી વિથ કરન'માં ટ્વિંકલને કહ્યું હતું કે તેણે માત્ર 15 દિવસ માટે અક્ષયને પોતાનો બોયફ્રેન્ડ બનાવ્યો હતો. એક ફિલ્મના આઉટડોર શૂટિંગ માટે અક્ષય તથા ટ્વિંકલ કેલગરી ગયા હતાં. આ સમયે ટ્વિંકલ એક સીરિયસ તથા લાંબા રિલેશનશીપમાંથી બહાર નીકળી હતી. શૂટિંગ શિડ્યૂઅલ 15 દિવસનું હતું. તે સમયે ટાઈમપાસ કરવા માટે બુક્સ કે ટીવી ટ્વિંકલ પાસે નહોતાં. આથી તેણે 15 દિવસ માટે અક્ષય કુમારને પોતાનો બોયફ્રેન્ડ બનાવવાનું નક્કી કર્યું હતું. તે સમયે ટ્વિંકલને વિચાર્યું હતું કે શૂટિંગ પૂરી થયા સુધી તે અક્ષય સાથે એન્જોય કરશે અને મુંબઈ ગયા બાદ અલગ પડી જશે. જોકે, મુંબઈ આવ્યા બાદ પણ ટ્વિંકલ-અક્ષય સાથે જ હતાં.


ટ્વિંકલે લગ્ન સમયે મૂકી હતી આ શરતઃ
જે સમયે અક્ષયે ટ્વિંકલને પ્રપોઝ કર્યું ત્યારે તેની ફિલ્મ 'મેલા' રીલિઝ થવાની હતી. ટ્વિંકલને હતું કે આ ફિલ્મ હીટ જશે. ટ્વિંકલે અક્ષય સામે શરત રાખી હતી કે જો આ ફિલ્મ ફ્લોપ જશે તો તે લગ્ન કરી લેશે. આ ફિલ્મ સુપરફ્લોપ ગઈ અને ટ્વિંકલને અક્ષયને લગ્ન માટે હા પાડવી પડી હતી.


ટ્વિંકલની મોમની શરત પર અક્ષય કુમારને આવ્યો હતો ગુસ્સોઃ
અક્ષય અને ટ્વિંકલના લગ્નમાં ડિમ્પલ કાપડિયાએ અડચણ ઉભી કરી હતી. ડિમ્પલે અક્ષય કુમાર આગળ શરત મૂકી હતી કે તેણે ટ્વિંકલ સાથે એક વર્ષ સુધી લિવ-ઈનમાં રહેવું પડશે. ત્યારબાદ લગ્નનો નિર્ણય લેવામાં આવશે. ડિમ્પલને લાગતું હતું કે અક્ષય કુમાર ગે છે. 'કોફી વિથ કરન'માં અક્ષય કુમારે કહ્યું હતું કે તેને આ વાત જાણીનો ગુસ્સો આવ્યો હતો. ડિમ્પલે તેનો જેનેટિક ટેસ્ટ પણ કરાવ્યા હતાં. જોકે, ડિમ્પલ આજે પણ માને છે કે કુંડલી ચેક કરાવવાને બદલે આ જ ટેસ્ટ કરાવવો સારો છે.


દીકરીના જન્મ પહેલાં ટ્વિકલે મૂકી હતી આ શરતઃ
અક્ષય-ટ્વિંકલે જાન્યુઆરી, 2001માં લગ્ન કર્યાં હતાં. ટ્વિંકલે 2002માં આરવને જન્મ આપ્યો હતો. દીકરી નિતારાનો જન્મ 2012માં થયો હતો. નિતારાનાં જન્મ પહેલાં ટ્વિંકલે પતિ અક્કી સામે શરત મૂકી હતી કે તે સારી ફિલ્મ્સ પસંદ કરવાની શરૂઆત કરશે તો જ બીજા બાળકનું પ્લાનિંગ કરશે. અક્ષયે પત્નીની વાત માનીને ફિલ્મ્સ સિલેક્શન ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું હતું.


રોજ રાત્રે રમે છે રમીઃ
અક્ષય કુમાર મોડી રાત સુધી કામ કરતો નથી. તે સવારે ચાર વાગી ઉઠી જાય છે. તેની આ લાઈફ સ્ટાઈલમાં ટ્વિંકલ પૂરો સાથ આપે છે. 'કૉફી વિથ કરન'માં કરન જોહરે જ્યારે ટ્વિંકલને સવાલ કર્યો હતો કે અક્ષયની આ આદત સાથે મેચ થવામાં કેટલો સમય લાગ્યો હતો. તો તેણે જવાબ આપ્યો હતો કે તે રોજ જલ્દી સૂઈ જઈને વહેલા ઉઠવામાં માને છે. તે રોજ રાત્રે અક્ષય સાથે રમી રમીને જ સૂવે છે.

માત્ર ફિલ્મ્સમાં જ નહીં પરંતુ Real Lifeમાં દેશભક્ત છે અક્ષય કુમાર, ખેડૂતોથી લઈ શહીદ સૈનિકોના પરિવારને કરી ચૂક્યો છે મદદ

X
akshay kumar and twinkle khanna interesting love story
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી