1 અબજથી પણ વધુ સંપત્તિ ધરાવે છે ‘દેવસેના’, ફિલ્મ્સ ઉપરાંત પણ છે કમાણીના ઘણા સોર્સ

જેટલી ધનિક તેટલી જ ઉદાર છે અનુષ્કા શેટ્ટી, ડ્રાઈવરને આપી હતી 12 લાખની કાર

divyabhaskar.com | Updated - Nov 07, 2018, 06:25 PM
Anushka Shetty is Owner Of Property Worth 140 Crore Indian Rupee

મુંબઈઃ બાહુબલી ફેમ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી 7 નવેમ્બરના તેના 37માં જન્મદિવસની ઉજવણી કરી રહી છે. ‘બાહુબલી: ધ કન્ક્લુઝન’ દ્વારા એકટ્રેસ અનુષ્કા શેટ્ટીએ માત્ર દક્ષિણ ફિલ્મમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં છવાઇ ગઇ છે. 37 વર્ષીય અનુષ્કા શેટ્ટીના જન્મદિવસ પર જાણીએ તેની સાથે જોડાયેલા ફેક્ટ્સ વિશે.

સાઈડથી રોલથી કર્યો હતો કરિયરનો પ્રારંભ


- અનુષ્કા શેટ્ટીએ તેનો સ્કૂલ અને ગ્રેજ્યુએશન બેંગલુરુથી કર્યું છે. અનુષ્કાએ વર્ષ 2005માં તેલુગુ ફિલ્મ સુપરથી શરૂઆત કરી હતી. - નાગાર્જુન અને આયેશા ટાકિયા તેની સાથે મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં તે સાઈડ રોલમાં હતી. જોકે તેમછતાં ફિલ્મમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી.
- ‘બાહુબલી’ ફિલ્મે અનુષ્કાએ વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવવામાં મદદ કરી છે. ફિલ્મ ‘બાહુબલી’ ઉપરાંત, અનુષ્કાએ ‘મગધીરા’, ‘રુદ્રમા દેવી’, ‘વેદમ’, ‘અરુંધતી’ અને ‘સિંઘમ’ શ્રેણી જેવી સુપરહિટ્સ ફિલ્મોમાં કામ કર્યું હતું.
- એક્ટ્રેસ અનુષ્કાને વૈભવી કારનો શોખ છે અને આ ઉપરાંત તે ઘણી ઉદાર પણ છે, તેણે તેના ડ્રાઈવરના કામથી ખુશ થઈને તેને 12 લાખની કાર ગિફ્ટ કરી હતી.

1 અબજથી વધુની છે સંપત્તિ, ફિલ્મ્સ ઉપરાંત છે કમાણીના સોર્સ


- અનુષ્કાની કમાણી વિશે વાત કરીએ તો, ફિલ્મ્સ સિવાય, તે ઘણી કંપનીઓની બ્રાન્ડ એમ્બેસેડર છે. તેણે ઘણી એડ ફિલ્મ્સમાં કામ કર્યું છે. અનુષ્કા એમબીબી જ્વેલર્સ, ધ ચેન્નઈ સિલ્ક, ઈન્ટેક્સ મોબાઇલ, કોલગેટ અને ડાબર આમલાની જાહેરાત કરી ચૂકી છે.
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શેટ્ટી પાસે કુલ 140 કરોડની સંપતિ છે. તેનું ઘર હૈદરાબાદના પોશ વિસ્તાર જ્યુબિલી હિલ્સમાં વુડ્સ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલું છે. તે એક ફિલ્મના 4 થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
- અનુષ્કા શેટ્ટીનું નામ બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસ સાથે જોડાયેલું રહ્યું છે. એવા અહેવાલો હતા કે, તેઓ બંને એકબીજા સાથે ડેટ કરી રહ્યાં છે અને તેઓ ડિસેમ્બરમાં લગ્ન કરશે. પ્રભાસે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, અનુષ્કા અને તે બાળપણના મિત્રો છે. બંને વચ્ચે કોઈ સંબંધ નથી.
- પ્રભાસની સ્પષ્ટતા બાદ પણ ઘણીવાર આ બંને વચ્ચે મિત્રતાથી વધીને કંઈક છે એવા સંકેત મળતા રહ્યાં છે. એક અહેવાલ અનુસાર ‘બાહુબલી’ સફળતા બાદ પ્રભાસને 6000 વધુ માગા આવ્યા હતા પરંતુ તેણે આ બધા ઠુકરાવી દીધા હતા.

દેવું ઉતારવા માટે કેબીસીમાં પહોંચ્યો સ્પર્ધક, જોડીદારે સૂચવેલા ખોટા જવાબને કારણે ગુમાવવી પડી 9 લાખથી વધુની રકમ

X
Anushka Shetty is Owner Of Property Worth 140 Crore Indian Rupee
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App