B'day: 160 કરોડના લક્ઝૂરિયસ બંગલામાં રહે છે, 10 હજાર સ્કે.ફૂટમાં ફેલાયેલા બંગલાની અંદર છે ચાંદીના શો-પીસ, ઘરની એક દિવાલ છે પૂરા બચ્ચન પરિવારની ખાસ પસંદ

'જલસા' સિવાય બિગ બી પાસે છે અન્ય ચાર બંગલા, Inside Photos

divyabhaskar.com | Updated - Oct 12, 2018, 01:22 PM
ડાબેથી, અમિતાભ બચ્ચન, ફેમિલી વોલ(ઉપર), ડ્રોઈંગ રૂમ(નીચે)
ડાબેથી, અમિતાભ બચ્ચન, ફેમિલી વોલ(ઉપર), ડ્રોઈંગ રૂમ(નીચે)

મુંબઈઃ અમિતાભ બચ્ચનનો 12 ઓક્ટોબરના રોજ 76મો જન્મદિવસ છે. અનેક સુપરહિટ ફિલ્મ્સમાં કામ કરનાર અમિતાભ બચ્ચન મુંબઈના જૂહુના લક્ઝૂરિયસ બંગલા જલસામાં રહે છે. 10 હજારથી વધુ સ્કેવર ફૂટમાં ફેલાયેલા આ બંગલાની કિંમત 160 કરોડ રૂપિયા છે. બિગ બીના આ બંગલાનું ઈન્ટિરિયર પણ કમાલનું છે. બંગલામાં ચાંદીના શોપીસ તથા એન્ટિક પેઈન્ટિંગ્સ લગાવવામાં આવ્યા છે. આટલું જ નહીં બંગલાના ફ્લોરિંગ તથા સિલિંગને પણ તંજોર પેઈન્ટિંગ્સથી સજાવીને રાખ્યું છે.


ચાઈલ્ડહૂડ ઈમેજનું પોટ્રેટઃ
અમિતાભના બંગલામાં એક દિવાલ એવી પણ છે, જેમાં અમિતાભના નાનપમથી લઈને અત્યાર સુધીના પોટ્રે્ટ છે. આ ફોટોમાં બિગ બી માતા તેજી બચ્ચન, પિતા હરિવંશરાય બચ્ચન, પત્ની જયા, સંતાનો અભિષેક-શ્વેતા, પુત્રવધૂ એશ સાથે જોવા મળે છે.


બંગલાનું ફ્લોરિંગ ઈટાલિયાન માર્બલનું છે. તો બાથરૂમ ફિટિંગ્સ ફ્રાંસ તથા જર્મનીથી મંગાવવામાં આવ્યા છે. દરેક રૂમને અલગ થીમ પર ડેકોરેટ કરવામાં આવ્યા છે. ડ્રોઈંગ રૂમથી લિવિંગ એરિયાને ઘણી જ સારી રીતે ડેકોરેટ કરવામાં આવ્યા છે.


બંગલા નંબર 2: બિગ બીનો બીજો બંગલો પ્રતિક્ષા છે. જલસામાં શિફ્ટ થયા પહેલાં તે અહીંયા રહેતા હતાં. વર્ષો સુધી પેરેન્ટ્સ સાથે અહીંયા રહ્યાં હતાં. અભિષેક-શ્વેતાનું નાનપણ અહીંયા જ પસાર થયું છે. આ બંગલાની કિંમત 80 કરોડ રૂપિયા છે.


બંગલા નંબર 3: જનક અમિતાભ બચ્ચનની ઓફિસ છે. અહીંયા મીડિયાને મળે છે. આ સિવાય ઈન્ટરવ્યૂ પણ અહીં બેસીને આપે છે.


બંગલા નંબર 4: બિગ બીનું અન્ય એક ઘર વાસ્તા છે. આ ઘરને મલ્ટીનેશનલ બેંકને ભાડે આપવામાં આવ્યું છે. જોકે, આ બંગલાનો કેટલોક હિસ્સો બચ્ચન પરિવાર પાર્ટી માટે ઉપયોગ કરે છે.


બંગલા નંબર 5: 2014માં અમિતાભે જલસાની પાછળ એક બંગલો પૌત્રી આરાધ્યા માટે ખરીદ્યો હતો. આ બંગલાની કિંમત 60 કરોડ રૂપિયા છે.

‘કુલી’માં અમિતાભને મુક્કો મારી મોતની નજીક પહોંચાડનાર પુનીતને દુનિયાએ ગણાવ્યો હતો વિલન, અનેક ફિલ્મ્સ છિનવાઈ, 6 વર્ષ ના મળ્યું કામ પરંતુ બિગ બીએ જે કર્યું એ જોઈ પુનીત પણ ચોંક્યો હતો

ડાબે, અભિષેક-શ્વેતા, અમિતાભ બચ્ચન
ડાબે, અભિષેક-શ્વેતા, અમિતાભ બચ્ચન
બેડરૂમ આટલો ભવ્ય લાગે છે
બેડરૂમ આટલો ભવ્ય લાગે છે
ઘરનું મંદિર
ઘરનું મંદિર
બાથરૂમ એરિયા
બાથરૂમ એરિયા
અલગ અલગ રૂમને ડિફરન્ટ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે
અલગ અલગ રૂમને ડિફરન્ટ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે
X
ડાબેથી, અમિતાભ બચ્ચન, ફેમિલી વોલ(ઉપર), ડ્રોઈંગ રૂમ(નીચે)ડાબેથી, અમિતાભ બચ્ચન, ફેમિલી વોલ(ઉપર), ડ્રોઈંગ રૂમ(નીચે)
ડાબે, અભિષેક-શ્વેતા, અમિતાભ બચ્ચનડાબે, અભિષેક-શ્વેતા, અમિતાભ બચ્ચન
બેડરૂમ આટલો ભવ્ય લાગે છેબેડરૂમ આટલો ભવ્ય લાગે છે
ઘરનું મંદિરઘરનું મંદિર
બાથરૂમ એરિયાબાથરૂમ એરિયા
અલગ અલગ રૂમને ડિફરન્ટ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છેઅલગ અલગ રૂમને ડિફરન્ટ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App