તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેપ્પી બર્થડે ગૌરી ખાનઃ 500 કરોડની કંપની ચલાવે છે શાહરૂખ ખાનની પત્ની, તેના નામે દુબઈમાં 24 ને મુંબઈમાં છે 200 કરોડનું ઘર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન 48 વર્ષની થઈ ચૂકી છે. આજે (8 ઓક્ટોબર)ના તે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. ગૌરી ભલે સ્ટાર વાઈફ પરંતુ આ ઉપરાંત તેની પોતાની પણ ઓળખ છે. ગૌરીએ પ્રોડ્યૂસર તરીકે ‘મૈ હૂં ના’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘માય નેમ ઈઝ ખાન’, ‘રા.વન’ અને ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ જેવી ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરી છે. આ ઉપરાંત તે શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટની કો-ફાઉન્ડર છે. ફિલ્મ વર્લ્ડમાં એક્ટિવ રહેવા ઉપરાંત ગૌરી ઈન્ટિરિયર ડિઝાઈનર પણ છે. તેણે દુબઈમાં પોતાનો એક સ્ટોર ખોલવાની સાથે 2012માં રીતિક રોશનની પત્ની રહેલી સુઝૈન ખાન સાથે મુંબઈમાં પણ એક સ્ટોર શરૂ કરી ચૂકી છે. શાહરૂખની સંપત્તિ વિશે ઘણીવાર સામે આવતું રહે છે જોકે અમે તમારી સમક્ષ ગૌરી ખાનની 5 મોંઘી વસ્તુઓ વિશે જણાવી રહ્યાં છીએ.

 

1 ઈન્ટિરિયર ડિઝાઈનિંગ કંપની


- ગૌરી ખાન પાસે પોતાની ઈન્ટિરિયર ડિઝાઈનિંગ કંપની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની વેલ્યૂ 150 કરોડ રૂપિયા છે.

 

2 પ્રોડક્શન હાઉસ


- ગૌરી પતિ શાહરૂખની સાથે પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટની કો-ઓનર છે. તેની પ્રોડક્શન કંપનીની કિંમત 500 કરોડ રૂપિયા છે.

 

3 દુબઈ વિલા


- ગૌરી પાસે દુબઈમાં વિલા પણ છે. તેના આ ભવ્ય વિલાની કિંમત 24 કરોડ રૂપિયા છે.

 

4 મુંબઈનું ઘર


- ગૌર મુંબઈમાં આવેલા 200 કરોડ રૂપિયાના ‘મન્નત’ ઘરની ઓનર છે.

 

5 કાર


- ગૌરી પોતાના કામ માટે મોટાભાગે Bentley Continental GT વાપરે છે. તેની કિંમત 2.25 કરોડ રૂપિયા છે.

 

આ સેલેબ્સના ઘર ડિઝાઈન કરી ચૂકી છે ગૌરી


- ગૌરીએ આદિત્ય ચોપરા અને રાની મુખર્જીના ઘરને ડેકોરેટ કર્યા છે. આ ઉપરાંત તેણે જેક્લીન ફર્નાન્ડિઝ, વરુણ ધવન, રણબીર કપૂર અને અન્ય ઘણા નાના સેલેબ્સના ઘર પર ડિઝાઈન કર્યા છે.
- ગૌરી હાલ પતિ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ને પ્રોડ્યૂસ કરી રહી છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ છે. ફિલ્મ આનંદ એલ રાય ડિરેક્ટ કરી રહ્યાં છે.

 

અજય દેવગને એક્ટ્રેસ પત્ની અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાહેરમાં કહ્યું,‘મારી પત્ની કાજોલ ઘણી ‘કંજૂસ’, હું જ છું જે ઘરમાં પૈસા ખર્ચે છે’