શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે આમિર ખાનની Wife, મહારાજા હતા તેના દાદા, બોલિવૂડની બીજી એક એક્ટ્રેસ પણ આવે છે આ જ પરિવારમાંથી

રૉયલ ફેમિલીમાંથી આવે છે આ 8 બોલિવૂડ એક્ટ્રેસિસઃ Pics

divyabhaskar.com | Updated - Nov 07, 2018, 02:10 PM
આમિર ખાનની પત્ની કરિણ રાવ અને અદિતિ રાવ હૈદરી પિતરાઈ બહેનો છે.
આમિર ખાનની પત્ની કરિણ રાવ અને અદિતિ રાવ હૈદરી પિતરાઈ બહેનો છે.

મુંબઈઃ આમિર ખાનની પત્ની કરિણ રાવ 45 વર્ષ (7 નવેમ્બર)ની થઈ ચૂકી છે. કિરણ જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેણે આમિર ખાનની ફિલ્મ ‘કયામત સે કયામત તક’ જોઈ હતી અને તેની દિવાની થઈ ગઈ હતી. તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ સ્ટાર એક દિવસ તેનો પતિ બનશે. વાસ્તવમાં કિરણ આમિરની નિકટ ત્યારે આવી જ્યારે તે ફિલ્મ ‘લગાન’ સમયે આશુતોષ ગોવારિકરની આસિસ્ટન્ટ હતી. કિરણની જવાબદારી આમિરને સેટ સુધી લઈ જવાની હતી. આ સમયે બંને વચ્ચે વાતચીત થતી રહેતી. ધીમે-ધીમે બંને એકબીજાના સારા મિત્રો બની ગયા. ‘લગાન’ના શૂટિંગના બે વર્ષ બાદ આમિર પોતાની પ્રથમ પત્ની રીના દત્તથી અલગ થઈ ગયા. આ સમયે કિરણ આમિરની વધુ નિકટ થઈ. 2005માં બંનેએ આ મિત્રતાને આગળ વધારતા લગ્ન કરી લીધા. પ્રોડ્યૂસર-ડિરેક્ટર કિરણ તેલંગાણાની વાનાપર્થી રૉયલ ફેમિલીમાંથી આવે છે. કિરણના દાદા રામેશ્વર રાવ વાનાપર્થી રાજા હતા. તેમનું શાસન તેલંગાણાના મેહબૂબનગર જીલ્લામાં હતું.

બોલિવૂડ એક્ટ્રેસ છે કિરણની કઝિન..


- બોલિવૂડ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી સંબંધમાં કિરણની કઝિન છે. અદિતિ બે રૉયલ ફેમિલીમાંથી આવે છે. એક તો મો. સાહેલ અકબર હૈદરી અને બીજા રામેશ્વર રાવનો શાહી પરિવાર.
- અદિતિ અકબર હૈદરીની પપૌત્રી છે જે બ્રિટિશકાળમાં હૈદરાબાદના પ્રધાનમંત્રી હતા. અદિતિના નાના રાજા રામેશ્વર રાવ બ્રિટિશ શાસનકાળ દરમિયાન તેલંગણાના વાનાપર્થી પર રાજ કરતા. અદિતીના પિતાનું નામ એહસાન હૈદરી અને માતાનું નામ વિદ્યા રાવ છે.
- અદિતિ ઉપરાંત પણ અમુક એક્ટ્રેસિસ છે જેઓ રૉયલ પરિવારમાંથી આવે છે.

(આગળની સ્લાઈડ્સમાં જાણો, શાહી પરિવાર સાથે સંબંધ ધરાવતી અન્ય 6 એક્ટ્રેસિસ વિશે.,.....)

12 વર્ષ મોટી ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે ડિનર ડેટ પર પહોંચ્યો અર્જુન કપૂર, નિકળતા સમયે રેસ્ટોરાં બહાર મીડિયાને જોઈ ચોંક્યા Lovebirds

સોહા અલી ખાન.
સોહા અલી ખાન.

- ભોપાલના નવાબોની શાન કોઈપણ શાહી પરિવારથી ઓછી ઉતરે તેવી નહોતી. નવાબ હમીદુલ્લાહ ખાંએ પોતાની દીકરી સાજીદા સુલ્તાનના લગ્ન પટોડી ખાનદાનના નવાબ અને ક્રિકેટર ઈફ્તેખાર અલી પટોડી સાથે કરાવ્યા હતા. સાજીદા સુલ્તાન બોલિવૂડ એક્ટ્રેસ શર્મિલા ટાગોરની સાસુ અને મંસૂર અલી ખાન પટોડીની માતા હતા. સૈફ અને સોહા અલી ખાન તેમના પોત્ર-પૌત્રી છે. જ્યારે કે કરિના કપૂર ખાન તેમની પુત્રવધૂ છે.

સોનલ ચોહાણ.
સોનલ ચોહાણ.

- ‘જન્નત’ ફેમ એક્ટ્રેસ સોનલ ચૌહાણ પણ મણિપુરના રાજપૂત શાહી પરિવારમાંથી આવે છે. તેના પરદાદા રાજા રહ્યાં છે. સોનલે રાજપૂત ના બદલે ચૌહાણ સરનેમનો ઉપયોગ કર્યો છે. આ વર્ષ સોનમ એક બોલિવૂડ ફિલ્મ્સમાં જોવા મળશે.

ભાગ્યશ્રી
ભાગ્યશ્રી

- ભાગ્યશ્રી મહારાષ્ટ્રના સાંગલીના રોયલ મરાઠી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા વિજય સિંહ રાવ માધવરાવ પટવર્ધનને હજુપણ રાજા તરીકેનું માન આપવામાં આવે છે. ભાગ્યશ્રી 80-90ના દાયકામાં સક્રિય રહી છે. તેને સલમાન ખાન સાથેની ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ માટે ઓળખવામાં આવે છે.

રિયા અને રાઈમા સેન
રિયા અને રાઈમા સેન

- બંને એક્ટ્રેસ બહેનો ત્રિપુરાની રૉયલ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તેમની દાદી ઈલા દેવી કૂચ બિહારની રાજકુમારી હતા અને તેમની નાની બહેન ગાયત્રી દેવી જયપુરના મહારાણી હતા. રિયા અને રાઈમાના પરદાદી મહારાજા સયાજીરાવ-3ની એકમાત્ર દીકરી હતા.

અલીશા ખાન
અલીશા ખાન

- એક્ટ્રેસ અલીશા ખાન દિલ્હી નિકટના ગાઝિયાબાદના રૉયલ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તેનો પરિવાર મોહમ્મદ નવાબ હાજીઉદ્દીન ખાન સાથે સંબંધ ધરાવે છે. અલીશા છેલ્લે ફિલ્મ ‘માય હસબન્ડ્સ વાઈફ’માં જોવા મળી હતી.

X
આમિર ખાનની પત્ની કરિણ રાવ અને અદિતિ રાવ હૈદરી પિતરાઈ બહેનો છે.આમિર ખાનની પત્ની કરિણ રાવ અને અદિતિ રાવ હૈદરી પિતરાઈ બહેનો છે.
સોહા અલી ખાન.સોહા અલી ખાન.
સોનલ ચોહાણ.સોનલ ચોહાણ.
ભાગ્યશ્રીભાગ્યશ્રી
રિયા અને રાઈમા સેનરિયા અને રાઈમા સેન
અલીશા ખાનઅલીશા ખાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App