(તસવીર:ડાબેથી વરૂણ-શ્રદ્ધા, સોનાક્ષી, સોનમ-જેકલીન અને સલમાન)
મુંબઈ:'એબીસીડી 2'એ બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.આ સફળતાને લઈ ગઈકાલે(11 જુલાઈ) રાત્રે બાન્દ્રાના એક રેસ્ટોરન્ટમાં સક્સેસ પાર્ટી યોજાઈ હતી.
વરૂણ અને શ્રદ્ધા કપૂરે આપેલી આ પાર્ટીમાં કંગના રનૌત, યામી ગૌતમ, સલમાન ખાન, રીતિક રોશન, આયુષ-અર્પિતા, સોનાક્ષીસિંહા, જેકલીન ફર્નાન્ડીઝ,સોનમ કપૂર, ક્રિતિ સેનન,લોરેન ગોટલીબ, એલ્લી અવરમ, શ્રુતિ હસન, સિદ્ધાર્થ મલ્હોત્રા, જ્હોન અબ્રાહમ, પુત્ર સાથે પદ્મિનિ કોલ્હાપુરે,તબુ,સાજીદ નડીયાદવાલા,પત્ની સાથે રેમો ડિસુઝા,રાધિકા આપ્ટે, સુનિલ લુલ્લા-ક્રિશિકા લુલ્લા અને વરૂણ શર્મા સહિત અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.
આ દરમિયાન સોનમ સર્કસ ટોપ સાથે બર્બરી સ્કર્ટ અને યલો બર્બરી સેન્ડલમાં જોવા મળી હતી.જ્યારે જેકલીન ઓફ શોલ્ડર ડ્રેસમાં બ્લેક સેન્ડલમાં અને શ્રુતિ મેક્સી લૂકમાં ક્લિક થઈ હતી.
'ABCD 2'ની સક્સેસ પાર્ટીમાં આવેલા સ્ટાર્સની તસવીરો જોવા આગળ ક્લિક કરો