તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેડની Warningની ના થઈ અસર, સવારના ચાર વાગ્યા સુધી શ્રદ્ધાએ માણી પાર્ટી!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર, કેટરિના કૈફ, એક્ટર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા તથા આદિત્ય રોય કપૂર હાલમાં જ એક પાર્ટીની મજા માણી હતી. આ તમામ ડિરેક્ટર શાદ અલીના ઘરે યોજાયેલ પાર્ટીમાં ગયા હતાં. શ્રદ્ધા પોતાના કો-સ્ટાર આદિત્યની સાથે રાતના 11.30એ પાર્ટીમાં આવી હતી. કેટરિના 'બાર બાર દેખો'ના કો-સ્ટાર સિદ્ધાર્થ સાથે જોવા મળી હતી. કેટરિના તો પાર્ટીમાંથી વહેલી નીકળી ગઈ હતી પરંતુ શ્રદ્ધા, આદિત્ય તથા સિદ્ધાર્થે વહેલી સવાર સુધી પાર્ટી માણી હતી.

શ્રદ્ધાને પિતાએ આપી હતી સમયસર ઘરે આવી જવાની સલાહઃ
થોડા સમય પહેલાં જ ચર્ચા થતી હતી કે શક્તિ કપૂર અને તેની પત્ની શિંવાગી કપૂર દીકરી શ્રદ્ધાની લેટ નાઈટ પાર્ટીથી નારાજ છે. એક લીડિંગ એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલે દાવો કર્યો હતો કે શક્તિ અને શિવાંગીએ શ્રદ્ધાને ફેમિલી સાથે સમય પસાર કરવાની સલાહ આપી છે. શ્રદ્ધા રોજ ઘરે મોડેથી આવે છે. સાંજ સુધી તે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોય છે અને પછી પાર્ટીમાં જતી રહે છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રદ્ધા મોડી રાતે ઘરે આવતી હોવાને કારણે શક્તિ કપૂરે તેને ધમકાવી પણ હતી અને સમયસર ઘરે આવી જવાનું કહ્યું હતું. જોકે, શ્રદ્ધા જે રીતે લેટ નાઈટ પાર્ટી માણે છે, તે પરથી લાગે છે કે તેના પર ડેડની સૂચનાની કોઈ અસર થઈ નથી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, શાદ અલીના ઘરે યોજાયેલ પાર્ટીમાં આવેલા સેલેબ્સ...)
અન્ય સમાચારો પણ છે...