તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર બાળકોનો પિતા છે ‘તેરે નામ’નો ‘રામેશ્વર’, આ રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ ભોજપુરી ફિલ્મ્સનો સુપરસ્ટાર કહેવાતો રવિ કિશન 45 વર્ષનો થયો છે. 17 જુલાઇ 1971ના રોજ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના બિસુઇ ગામમા જન્મેલા રવિએ ભોજપુરી સિનેમામાં પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે તેમજ બોલિવૂડ ફિલ્મ્સમાં પણ તેણે પોતાની એક્ટિંગની છાપ છોડી છે. ફિલ્મ ‘તેરેનામ’(2003)માં તેણે ‘રામેશ્વર’નો રોલ કર્યો હતો. રવિ કિશને મુંબઇમાં પોતાના ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. સેલિબ્રેશનના કેટલાક ફોટોઝ તેના ફ્રેન્ડ્સે ફેસબુક પર પણ શૅર કર્યા છે.
પિતા નહોતા ઇચ્છતા એક્ટર બને રવિ કિશન
એક સમય એવો હતો જ્યારે રવિને પોતાનો એક્ટર બનવાનો શોખ પૂરો કરવા માટે પિતાથી છુપાઇને ઘરની બહાર નીકળવું પડતું હતું. રવિના પિતા ગામમાં પુજારી હતાં. રવિને નાટકમાં કામ કરવું ખૂબ જ પસંદ હતું. તેણે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેના પિતા નહોતા ઇચ્છતા કે તે એક્ટર બને. ત્યારે તેણે એ પણ કહ્યું હતું કે તેના પિતા અનેકવાર તેને મારતા હતાં અને તેને શીખામણ આપતાં હતાં કે તે ચરસ અને છોકરીઓ પાછળ ભાગવાનું બંધ કરે.
હિંદી ફિલ્મ્સમાં પણ એક્ટિવ છે રવિ કિશન
-રવિએ એ સમયે ભોજપુરી ફિલ્મ્સમાં કામ કર્યું જે સમયે તેનું કરિયર હિંદી ફિલ્મ્સમાં પૂરૂં થવાની અણી પર હતું. બોલિવૂડમાં મળેલી અસફળતા બાદ રવિ કિશને ભોજપુરી ફિલ્મમાં 'સઈયા હમાર' સાઇન કરી હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી અને રવિ કિશન એક સ્ટાર કહેવાયો.
-આ ફિલ્મ બાદ રવિ કિશનનો ભોજપુરી ફિલ્મ સાથે સંબંધ મજબુત થતો ગયો. જોકે, તેના પર ભોજપુરી એક્ટરે આરોપ પણ લગાવ્યા હતાં કે તે(રવિ કિશન) પોતાને ભોજપુરી સ્ટાર માનવામાં શરમ અનુભવે છે. ભોજપુરી ફિલ્મ્સના વધતા પ્રભાવનો જ એ અસર થઇ કે રવિ ફરી હિંદી ફિલ્મ્સમાં સક્રિય થયો.
ચાર બાળકોનો પિતા છે રવિ કિશન
-રવિ કિશનના લગ્ન થઇ ચુક્યા છે અને તે ચાર બાળકોનો પિતા છે.
-રવિ કિશનની પત્નીનું નામ પ્રીતિ છે. રવિ પત્ની અને ચારે બાળકો (દીકરો રેવા, દીકરી તનિષ્ક, ઇશિતા અને સક્ષમ) સાથે મુંબઇમાં રહે છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, રવિ કિશનના બર્થ ડે સેલિબ્રેશનના Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો