તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ચોક એન્ડ ડસ્ટર'ના સેટ પર જૂહી-શબાનાએ એન્જોય કરી ઇફ્તાર પાર્ટી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સેટ પર જૂહી ચાવલા અને શબાના આઝમી)
મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલા અને શબાના આઝમી આજકાલ ફિલ્મ 'ચોક એન્ડ ડસ્ટર'નું શૂટિંગ કરી રહ્યાં છે. તાજેતરમાં જ ફિલ્મના સેટ પર ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ વતા એ છે કે, 'ચોક એન્ડ ડસ્ટર'ના શેડ્યૂલ અનુસાર સ્ટાર્સ ગણેશ ચતુર્થીના સીક્વેન્સનું શૂટિંગ કરી રહ્યાં હતાં. આવામાં તેમણે પહેલા ગણેશ પૂજન કર્યું અને પછી ઇફ્તાર પાર્ટીની મજા માણી હતી.
ઉલ્લેખનીય છે કે, જૂહી ચાવલા અને શબાના આઝમી સ્ટારર ફિલ્મ 'ચોક એન્ડ ડસ્ટર'ના ડિરેક્ટર જયંત ગિલાતર છે. ફિલ્મ ટીચર અને સ્ટૂડન્ટના સંબંધો પર આધારિત છે. જેમાં આજની શિક્ષણ વ્યવસ્થાની ઝલક જોવા મળશે. સુભાષ સિંહ અને સોનાલી સિંહ ફિલ્મના પ્રોડ્યૂસર છે. ફિલ્મ આ વર્ષે ટીચર્સ ડે એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ રીલિજ થશે.
આગળ જુઓ, 'ચોક એન્ડ ડસ્ટર'ની ઓન લોકેશન તસવીરો...
અન્ય સમાચારો પણ છે...