(તસવીરઃ દીપિકા અને રણવિર સિંહ)
મુંબઈઃ સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'નું પહેલું સોંગ ગજાનન આરતી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રણવિર સિંહ અને દીપિકા પાદુકોણ હાજર રહ્યાં હતાં.
સોંગ લોન્ચિંગ ઈવેન્ટ પૂનામાં રાખવામાં આવી હતી. ક્લાઉડી વેધરને કારણે રણવિર અને દીપિકા સમયસર પૂના પહોંચી શક્યા નહોતા. જોકે, રણવિરે સતત ટ્વિટર પર પોતાના ચાહકોને મોડા આવવાનું કારણ અને તે કેટલા વાગે સોંગ લોન્ચ ઈવેન્ટમાં પહોંચશે તે અપડેટ કરતો હતો.
સોંગ લોન્ચ ઈવેન્ટમાં ગણેશ ભગવાનની મહાઆરતી પણ યોજવામાં આવી હતી અને રણવિરે ઢોલ પણ વગાડ્યો હતો. આ સોંગની કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટ કરી છે અને સુખવિંદર સિંહે આ ગીત ગાયું છે.
ઉલ્લેખનીય છે કે દીપિકા, રણવિર અને પ્રિયંકાની આ ફિલ્મ 18 ડિસેમ્બરના રોજ રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં રણવિરે મરાઠા પેશ્વા બાજીરાવની ભૂમિકા ભજવી છે, જ્યારે પ્રિયંકા બાજીરાવ પેશ્વાની પહેલી પત્ની કાશીબાઈની ભૂમિકામાં છે. દીપિકા બીજી પત્ની મસ્તાનીના રોલમાં છે.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સોંગ લોન્ચ ઈવેન્ટમાં દીપિકા અને રણવિર....)