Divya Bhaskar

Home » Bollywood » Party » check out inside pics of ganpati celebration in antilia

ખરા ગુજરાતી! મહેમાનોને છેક કાર સુધી મૂકવા આવ્યા હતાં મુકેશ અંબાણી ને દીકરો અનંત અંબાણી

Divyabhaskar.com | Updated - Sep 14, 2018, 03:38 PM

13 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂથી ઉજવવામાં આવ્યો હતો

  • check out inside pics of ganpati celebration in antilia
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ 13 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂથી ઉજવવામાં આવ્યો હતો. દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાના ઘર એન્ટેલિયામાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાને બેસાડ્યા હતાં. એન્ટેલિયામાં આખો દિવસ સેલિબ્રેશન કર્યું હતું. સોશ્યિલ મીડિયામાં એન્ટેલિયાની અંદર થયેલા સેલિબ્રેશનની તસવીરો સામે આવી છે. જેમાં બાપ્પાની ચાંદીની થાળીમાં આરતી ઉતારવામાં આવી હતી. હર્ષદિપ કૌર, દલેર મહેંદીએ એન્ટેલિયામાં શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું.


    ફૂલોથી ડેકોરેટ થયું આખું એન્ટેલિયાઃ
    એન્ટેલિયાને આખું ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યું હતું. આટલું જ ડ્રોઈંગ રૂમની અંદર ફૂલોથી અલગ-અલગ શો-પીસ બનાવવામાં આવ્યા હતાં. બાપ્પાને ચાંદીના સિંહાસન પર બેસાડવામાં આવ્યા હતાં. બાપ્પાની જગ્યાને ખાસ રીતે ડેકોરેટ કરવામાં આવી હતી.


    ટ્રેડિશનલ વેરમાં નીતા અંબાણીમાં:
    નીતા અંબાણીએ ફેશન ડિઝાઈનર સબ્યાસાચીએ ડિઝાઈન કરેલી મરૂન રંગની ચણિયા-ચોળી પહેરી હતી. તેમાં તેમનો આગવો ઠસ્સો જોવા મળ્યો હતો.


    મહેમાનોને આપ્યો પ્રસાદ ને વળાવવા આવ્યા બહાર સુધીઃ
    મુકેશ તથા નીતા અંબાણીએ બાપ્પાના દર્શને આવનાર તમામ મહેમાનોને પ્રસાદનો એક ડબ્બો આપ્યો હતો. એન્ટેલિયામાંથી દર્શન કરીને બહાર આવતા તમામ મહેમાનોના હાથમાં આ પ્રસાદનો ડબ્બો જોવા મળ્યો હતો. બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને મુકેશ-નીતા અંબાણીનો નાનો દીકરો અનંત કાર સુધી મુકવા આવ્યો હતો. જ્યારે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરને કાર સુધી મુકવા માટે મુકેશ અંબાણી જાતે આવ્યા હતાં.


    જોવા મળ્યાં આ સેલેબ્સઃ
    સલમાન ખાન, શાહરૂખ-ગૌરી, આમિર ખાન, કરિના-કરિશ્મા, સચિન તેંડુલકર, જેકીદાદા, સુનિલ શેટ્ટી પરિવાર સાથે, કરન જોહર, માધુરી દીક્ષિત-શ્રીરામ નેને, પ્રફૂલ પટેલ, પ્રસૂન જોષી, હાર્દિક પંડ્યા, કુનાલ પંડ્યા-પંખુડી, ઝહિર ખાન-સાગરિકા ઘાટગે, શોભા ડે, ટીના અંબાણી-અનિલ અંબાણી સહિતના સેલેબ્સ આવ્યા હતાં.

    (જુઓ, એન્ટેલિયામાં સેલિબ્રેટ થઈ ગણેશ ચતુર્થી...)

  • check out inside pics of ganpati celebration in antilia
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • check out inside pics of ganpati celebration in antilia
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • check out inside pics of ganpati celebration in antilia
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • check out inside pics of ganpati celebration in antilia
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • check out inside pics of ganpati celebration in antilia
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • check out inside pics of ganpati celebration in antilia
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • check out inside pics of ganpati celebration in antilia
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • check out inside pics of ganpati celebration in antilia
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • check out inside pics of ganpati celebration in antilia
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending