• Gujarati News
  • National
  • એન્ટિલિયામાં નીતા અંબાણીએ દીકરીની સગાઇની આપી પાર્ટી | Isha Ambani Engagement Party By Neeta Ambani At Antilia

એન્ટિલિયામાં નીતા અંબાણીએ દીકરીની સગાઇની આપી પાર્ટી, કાકા અનિલે ઈશાને આપ્યા આશીર્વાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પીરામલ પરિવારની વહુ બનવા જઈ રહી છે ત્યારે નીતા અંબાણીએ મુંબઈ સ્થિત એન્ટિલિયા ખાતે એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં સૌથી મહત્વની વાત એ જોવા મળી હતી કે મુકેશ અંબાણીને આશીર્વાદ આપવા માટે તેના કાકા અનિલ અંબાણી પોતે સહપરિવાર સાથે આવ્યા હતા અને દીકરી ઈશાને આશીર્વાદ આપ્યા હતા. છેલ્લા ઘણા સમયથી મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સાથે જોવા ન મળ્યા હોય એવી સ્થિતિ હતી પણ આજે આ પ્રસંગથી જાણે બંને પરિવાર સાથે આવી ગયા હોય એવો નજારો જોવા મળ્યો હતો.      


અંબાણી અને પીરામલ પરિવાર 4 દશક જૂના મિત્રો


- ઈશા અને આનંદના લગ્ન પણ ડિસેમ્બરમાં થવાની શક્યતા છે.
- આનંદ અને ઈશા લાંબા સમયથી મિત્રો છે. જ્યારે બંને પરિવારો પણ એકબીજાને ઘણી સારી રીતે ઓળખે છે.
- બંને પરિવારની મિત્રતા લગભગ 4 દશક જૂની છે અને હવે તેઓ તેમની મિત્રતાને સંબંધમાં ફેરવવા માગે છે.

 

આનંદે હાર્વડમાંથી કર્યું છે ગ્રેજ્યુએટ

 

હાલમાં પીરામલ એન્ટપ્રાઈઝિસમાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર છે. આનંદે બિઝનેસ સ્કૂલમાંથી પાસઆઉટ થયા બાદ બે સ્ટાર્ટ-અપ શરૂ કર્યા હતાં. પહેલું સ્ટાર્ટઅપ હેલ્થકેર પીરમાલ ઈસ્વાસ્થ્ય અને બીજું પીરામલ રિયાલ્ટી, અ રિયલ એસ્ટેટ સ્ટાર્ટઅપ હતું. હવે, આ બંને ચાર બિલિયન ડોલરના પીરામલ એન્ટરપ્રાઈઝસનો ભાગ છે. આનંદે યુનિવર્સિટી ઓફ પેનેસિલિવનિયામાંથી ઈકોનોમિક્સમાંથી બેચરલ ડિગ્રી લીધી છે. જ્યારે હાર્વર્ડમાંથી માસ્ટર્સ ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું છે. આનંદ પહેલાં પ્રેસિડન્ટ ઓફ ધ ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બરની યુથ વિંગનો યંગેસ્ટ પ્રેસિડન્ટ રહી ચૂક્યો છે.


આગળ જુઓ, અનિલ અંબાણી અને મુકેશ અંબાણીની અન્ય ખાસ તસવીરો...