• Gujarati News
  • National
  • 63ની ઉંમરમાંય રેખા બોલિવૂડ એક્ટ્રેસિસને આપે છે સુંદરતામાં ટક્કર, At The Age Of 63 Rekha Perform After 20 Years

63ની ઉંમરમાંય રેખા બોલિવૂડ એક્ટ્રેસિસને આપે છે સુંદરતામાં ટક્કર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેંગકોકઃ 24 જૂન(રવિવાર)ના રોજ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 19માં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ(IIFA) સેરેમની યોજાઈ હતી. એવોર્ડ્સના ગ્રીન કાર્પેટ પર બોલિવૂડ સેલેબ્સ સ્ટાઈલિશ તથા ગોર્જિયસ અંદાજમાં જોવા મળ્યાં હતાં. સૌથી નવાઈની વાત એ હતી કે રેખા પહેલી જ વાર એવોર્ડ ફંક્શનમાં એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેણે ના તો ચાંદલો કર્યો હતો અને ના તો સેંથામાં સિંદૂર પૂર્યું હતું. વ્હાઈટ રંગના આઉટફિટમાં રેખા સુંદર લાગતી હતી.


20 વર્ષ બાદ કર્યું પર્ફોમઃ
આ એવોર્ડમાં રેખાએ 20 વર્ષ બાદ સ્ટેજ પર ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું. રેખાએ ' જબ પ્યાર કિયા તો ડરના ક્યા' તથા 'સલામ એ ઈશ્ક મેરી જાન' પર પર્ફોમન્સ આપીને ચાહકોને દિલ જીતી લીધા હતાં.


ચાહકોની નજર બસ રેખા પરઃ
63 વર્ષની ઉંમરે આ રીતે રેખાને ડાન્સ કરતા જોઈને ચાહકો તથા બોલિવૂડ સેલેબ્સ પણ નવાઈમાં મૂકાઈ ગયા હતાં. સ્ટેજ પર્ફોમન્સ દરમિયાન રેખા ઘણી જ સુંદર લાગતી હતી.


વરૂણ ધવન-રણબિર લાગ્યા પગેઃ
રેખાએ જેવું પર્ફોમન્સ પૂરું કર્યું એટલે તરત જ બોલિવૂડ સ્ટાર્સ વરૂણ ધવન, રણબિર કપૂર, અર્જુન કપૂર, રિતેશ દેશમુખ, શ્રદ્ધા કપૂર એક્ટ્રેસના પગમાં પડી ગયા હતાં.


20 વર્ષ પહેલાં ફિલ્મફેરમાં આપ્યું હતું પર્ફોમન્સઃ
રેખાએ 31 જાન્યુઆરી, 1998ના રોજ 43માં ફિલ્મફેર એવોર્ડ દરમિયાન સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું. તે સમયે રેખાએ 'યે ક્યા શહર હૈં દોસ્તો', 'ઈન આંખો કી મસ્તી..', 'સલામ એ ઈશ્ક..' તથા 'દિલ ચીઝ ક્યા હૈં..' પર ડાન્સ કર્યો હતો.

 

કામ ના કરવા છતાંય રેખા કેવી રીતે ચલાવે છે ઘર, આટલી Luxurious છે Life Style