પ્રફૂલ પટેલની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં ઈશા અંબાણી આવી પાપા સાથે, તો ધોની આવ્યો દીકરી ને પત્ની સાથે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રફૂલ પટેલની દીકરી પૂર્ણા પેટલના લગ્ન 21 જુલાઈના રોજ (શનિવાર) નમિત સોની સાથે થયા હતાં. બપોરના લગ્ન હતાં અને સાંજે જ મુંબઈની ફાઈવ-સ્ટાર હોટલમાં વેડિંગ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં બોલિવૂડ, બિઝનેસ, ક્રિકેટ જગતની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. ઈશા અંબાણી પાપા મુકેશ સાથે આવી હતી.

 

આવ્યા આ સેલેબ્સઃ
રિસેપ્શનમાં ક્રિકેટર્સમાં પત્ની અંજલીની સાથે સચિન તેંડુલકર, પત્ની સાક્ષી તથા દીકરી ઝિવા સાથે મહેન્દ્ર સિંહ ધોની, યુસુફ પઠાણ, સુનિલ છેત્રી આવ્યા હતાં. તો રાજકારણીમાં શરદ પવાર, નિતીન ગડકરી, ઉદ્ધવ ઠાકતરે, છગન ભૂજબળ જોવા મળ્યા હતાં. તો બોલિવૂડ સ્ટાર્સમાં શાહરૂખ એકલો જ આવ્યો હતો. રીતિક રોશન, પત્ની અલકા સુમન સાથે શેખર સુમન, પતિ ઓવેન રોનકોન સાથે પ્રિયા દત્ત, દિવ્યા કુમાર ખોસલા, સોનાક્ષી સિંહા, ઉર્વશી રાઉતેલા, નેહા ધૂપિયા-અંગદ બેદી, જાવેદ અખ્તર, શબાના આઝમી, ઉદિત નારાયણ, પત્ની ઝરિન કતરક સાથે સંજય ખાન, રાહુલ બોઝ, અનુ મલિક, રોહિત રોય, પત્ની માના શેટ્ટી સાથે સુનિલ શેટ્ટી, સુભાષ ઘાઈ, મનિષ મલ્હોત્રા, પૂનમ ધિલ્લોન આવ્યા હતાં.


કોણ છે પ્રફૂલ પટેલઃ
પ્રફૂલ પટેલ મહારાષ્ટ્રના મોટા નેતા અને ઉદ્યોગપતિ છે. તે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. યુપીએ સરકાર સમયે કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી હતાં. 2012થી તેઓ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ પણ છે. તેમનો પરિવાર દેશની સૌથી મોટા તમાકુ કંપનીમાંથી એક સીજે ગ્રૂપ ચલાવે છે.


(જુઓ, પૂર્ણા પટેલના વેડિંગ રિસેપ્શનમાં ઉદ્યોગપતિઓ સહિતના સેલેબ્સ.....)

 

 

રાજકારણી પ્રફૂલ પટેલની દીકરીના રિસેપ્શનમાં આવી 3 Ex-GF છતાંય એકલો આવ્યો સલમાન, SRK સહિતના આવ્યા સેલેબ્સ