જ્યારે ઉંચે લટકીને અક્કીએ કર્યો ડાન્સ ને Miss World સામે SRKએ ઝુકાવ્યું માથું!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ શનિવાર(20 જાન્યુઆરી)ના રોજ મુંબઈમાં 63માં ફિલ્મફેર એવોર્ડ્સ યોજાઈ ગયા. આ એવોર્ડ શોમાં અનેક બોલિવૂડ સેલેબ્સ આવ્યા હતાં. એવોર્ડ્સમાં પ્રિટી ઝિન્ટા એક્ટ્રેસ દિયા મિર્ઝા સાથે ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળી હતી. આજકાલ ચર્ચા છે કે પ્રિટી ઝિન્ટા પ્રેગનન્ટ છે. પ્રિટીએ જીન ગુડઈનફ સાથે અમેરિકામાં લગ્ન કર્યાં હતાં.


રેખાવિદ્યા બાલનને શીખવ્યો ડાન્સઃ
રેખા સ્ટેજ પર વિદ્યા બાલનને ડાન્સ શીખવતી નજરે પડી હતી. આટલું જ નહીં રેખાએ પરિણીતી ચોપરા સાથે સેલ્ફી લીધી હતી. 


અક્ષયે આપ્યું જબરજસ્ત ડાન્સ પર્ફોમન્સઃ
એવોર્ડ શોમાં અક્કીએ જબરજસ્ત ડાન્સ પર્ફોમન્સ આપ્યું હતું. તો રાજકુમાર રાવ તથા આયુષ્માન ખુરાના પણ જોવા મળ્યાં હતાં. એવોર્ડ શોમાં શાહરૂખ ખાન, કાજોલ, નેહા ધૂપિયા, રણવિર સિંહ, સોનમ કપૂર, પૂજા હેગડે, અશ્વિની ઐય્યર, સોનાલી બેન્દ્રે, માધુરી દીક્ષિત, અથિયા શેટ્ટી, આલિયા ભટ્ટ, રણબિર કપૂર, સોનલ ચૌહાણ, રણવિર સિંહ સહિતના સેલેબ્સ આવ્યા હતાં. 


બેસ્ટ એક્ટર બન્યો ઈરફાનઃ
'હિંદી મીડિયમ'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જ્યારે આ ફિલ્મ માટે ઈરફાન ખાનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. 'તુમ્હારી સુલુ' માટે વિદ્યા બાલનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. ક્રિટિક્સ એવોર્ડ રાજકુમાર રાવને 'ટ્રેપ્ડ' ફિલ્મ માટે મળ્યો. તો ઝાયરા વસીમને 'સિક્રેટ સુપરસ્ટાર' માટે ક્રિટિક એવોર્ડથી નવાજવામાં આવી. 


વિનર લિસ્ટઃ
બેસ્ટ ડિરેક્ટરઃ અશ્વિની ઐય્યર(બરેલી કી બર્ફી)
બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરઃ કોંકણા સેન શર્મા(એ ડેથ ઈન ધ ગુંજ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર(મેલ) રાજકુમાર રાવ(બરેલી કી બર્ફી)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર(ફિમેલ) મેહર વિજ(સિક્રેટ સુપરસ્ટાર)
બેસ્ટ ઓરિજન સ્ટોરીઃ અમિત મસૂરકર(ન્યૂટન)
બેસ્ટ એક્ટર મેલ શોર્ટ ફિલ્મઃ જેકી શ્રોફ(ખુજલી)
બેસ્ટ એક્ટર ફિમેલ શોર્ટ ફિલ્મઃ શૈફાલી શાહ(જ્યૂસ)
બેસ્ટ પ્લેબેક સિંગર મેલઃ અરિજીત સિંહ(બદ્રીનાથ કી દુલ્હનિયા)
બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલઃ મેઘના મિશ્રા(સિક્રેટ સુપરસ્ટાર)
લાઈમ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડઃ બપ્પી લહેરી


(જુઓ, ફિલ્મફેરની અંદરની તસવીરો, સ્ટાર્સ કરે ધમાલ-મસ્તી...)

અન્ય સમાચારો પણ છે...