તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક જ ફ્રેમમાં પ્રિયંકા ચોપરાનું પિયર અને સાસરું, ફેમિલી ફોટોમાં પોઝ આપવાને બદલે નિક સાથે બિઝી જોવા મળી પ્રિયંકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસની 18 ઓગસ્ટના રોજ સગાઈ થઈ હતી. સગાઈની અનેક તસવીરો સામે આવી છે. પ્રિયંકા ચોપરાએ પણ સોશ્યિલ મીડિયામાં સગાઈની તસવીરો શૅર કરી છે. જેમાં એક ફોટોમાં પ્રિયંકાનું પિયર તથા સાસરું બંને દેખાય છે. આ ફેમિલી ફોટોમાં પ્રિયંકાનની મોમ મધુ ચોપરા, ભાઈ સિદ્ધાર્થ ચોપરા, નિક જોનાસ, નિકની મોમ ડેનિસ તથા પાપા પોલ કેવિન જોવા મળે છે. ફેમિલી ફોટોમાં પ્રિયંકા પોઝ આપવાની બદલે નિકની સાથે વાતો કરવામાં બિઝી જોવા મળી હતી. પ્રિયંકાએ ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું હતું,  'The only way to do this... with Family and God. Thank you all for your wishes and blessings 🙏🏼♥️🎉'.


રાત્રે નવ વાગે આપી હતી સગાઈની પાર્ટીઃ
પ્રિયંકા ચોપરાએ પોતાની સગાઈની પાર્ટી પોતાના ઘરે આપી હતી. નવ વાગે શરૂ થયેલી આ પાર્ટી મોડે સુધી ચાલી હતી. પાર્ટીમાં આલિયા ભટ્ટ, સંજય લીલા ભણશાલી, પરિણીતી ચોપરા, અનુષા દાંડેકર, મુકેશ-નીતા-ઈશા અંબાણી, અર્પિતા ખાન, મુશ્તાક શેખ સહિતના સેલેબ્સ સામેલ થય ાહતાં.


પ્રિયંકા પહેલાં મળી નિકના પેરેન્ટ્સઃ
પ્રિયંકા-નિકના અફેરની વચ્ચે સૌ પહેલાં પ્રિયંકા નિકના પેરેન્ટ્સને મળ હતી. તે નિકના ફેમિલી ફંક્શનમાં સામેલ થઈ હતી. અહીંયા નિકના પૂરા પરિવારને મળી હતી. ત્યારબાદ તે નિકને લઈ ભારત આવી હતી. અહીંયા તેણે મોમ મધુ ચોપરા સિવાય પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરાવી હતી.


1.40 કરોડની રિંગઃ
નિકે સગાઈ દરમિયાન પ્રિયંકા ચોપરાને 1.40 કરોડ રૂપિયાની રિંગ પહેરાવી હતી. ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાની પાર્ટીમાં આ રિંગ ચર્ચાનું કારણ બની હતી.

 

પ્રિયંકા ચોપરાએ ભાવિ સસરાને કરી Kiss, સાસરિયાં સાથે જોવા મળ્યું જબરજસ્ત બોન્ડિંગ