તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવિ સસરાને પ્રિયંકા ચોપરાએ કરી Kiss, સાસરિયાં સાથે જોવા મળ્યું જબરજસ્ત બોન્ડિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પ્રિયંકા ચોપરાએ 18 ઓગસ્ટે 11 વર્ષ નાના પ્રેમી નિક જોનાસ સાથે સગાઈ કરી. રાત્રે પ્રિયંકાએ જૂહુ સ્થિત બંગલામાં ફેમિલી મેમ્બર્સ તથા ક્લોઝ ફ્રેન્ડ્સને પાર્ટી આપી હતી. પાર્ટીમાં પ્રિયંકાનું ભાવિ સાસરિયાં સાથે જબરજસ્ત બોન્ડિંગ જોવા મળ્યું હતું. પાર્ટીની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં પ્રિયંકા, નિકના ડેડી પોલ કેવિન જોનાસને ગાલ પર કિસ કરે છે. તો નિક મોમ ડેનિસ જોનાસને ગાલ પર કિસ કરે છે.


નિકના પિતાએ કર્યું વેલકમઃ
નિકના પિતાએ દીકરા નિક તથા પ્રિયંકાને સગાઈની શુભેચ્છા સોશ્યિલ મીડિયામાં પાઠવી હતી. તેમણે પોસ્ટ કર્યું હતું, ''પુત્ર નિક જોનાસની સગાઈ બાદ ઘણો જ ખુશ છું. પ્રેમ તથા ઉત્સાહ સાથે પ્રિયંકા ચોપરાનું અમારા પરિવારમાં સ્વાગત કરું છું.'' તો નિકની મોમે ઈન્સ્ટાગ્રામમાં પ્રિયંકાને વેલકમ કરતાં લખ્યું હતું, ''મને તે મળી ગઈ, જેને મારું દિલ પ્રેમ કરે છે. નિક જોનાસ તથા પ્રિયંકા ચોપરાને સગાઈની શુભકામના...''

 

So happy for the engagement of our son @nickjonas and we welcome @priyankachopra into our family with love and excitement https://t.co/iPXJdB0BOp

— KevinJonasSr (@PapaJonas) August 18, 2018

પાર્ટીમાં આવ્યા હતાં આ સેલેબ્સઃ
પ્રિયંકા-નિકની સગાઈની પાર્ટીમાં બોલિવૂડમાંથી આલિયા ભટ્ટ, સંજય લીલા ભણશાલી, વિશાલ ભારદ્વાજ, મુશ્તાક શેખ, આયુષ શર્મા-અર્પિતા ખાન, સિદ્ધાર્થ રોય કપૂર, પરિણીતી ચોપરા, અનુષા દાંડેકર આવ્યા હતાં. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી પત્ની નીતા તથા દીકરી ઈશા સાથે આવ્યા હતાં.

 

પ્રિયંકા-નિકની પાર્ટીમાં આવ્યા નીતા અંબાણીથી લઈને આલિયા ભટ્ટ, બહેન પરિણીતી જોવા મળી શોર્ટ ડ્રેસમાં