ઝિન્નત અમાનને ઢોર માર મારતો હતો પતિ, જાણો તેના વિવાદો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિતેલા જમાનાની સેક્સ બોમ્બ અને અભિનેત્રી ઝિન્નત અમાન બીજીવાર લગ્ન કરવાની છે.થોડાં દિવસો પહેલાં તેમણે પોતે લગ્ન કરવાની વાતનો સ્વીકાર પણ કર્યો હતો.

હાલ ચાલી રહેલી અફવાઓ મુજબ,ઝિન્નત શિવસેનાનાં નેતા સરફરાજ અહમદ સાથે લગ્ન કરવાની છે.સરફરાજની ઉંમર 36ની છે જ્યારે ઝિન્નત 60 વર્ષની છે.

વર્ષ 1970માં મિસ એશિયા પેસિફીક તાજ જીતી ચૂકેલી ઝિન્નતે લોસ એન્જલસમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો.ત્યાર બાદ તેમણે મોડલીંગ કારકિર્દી શરૂ કરી હતી.ઝિન્નતે વર્ષ 1971માં ઓ.પી રાલ્હનની 'હલચલ'માં એક નાની ભૂમિકા કરી ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી.

શરૂઆતમાં ઝિન્નતની અમુક ફિલ્મ્સ ચાલી શકી ન હતી.પરંતુ ત્યાર બાદ આ અભિનેત્રીએ બોલિવૂડમાં ટોચની સેક્સ સિમ્બોલ તરીકે ઉભરીને નામના હાંસલ કરી હતી.70નાં દાયકામાં તે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ બની જતાં લગભગ દરેક મેગેઝીનનાં કવરપેજ પર તે જોવા મળતી હતી.

ફિલ્મી સફળતાની સાથે સાથે ઝિન્નતે વિવાદોનો પણ સામનો કરવો પડ્યો હતો.બોલિવૂડની અનેક ફિલ્મ્સમાં બોલ્ડ સીન્સ આપવાને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની ટીકાઓ થઇ હતી.તેમજ તેનું અંગત જીવન પણ સુખી રહ્યું ન હતું.સંજય ખાન સાથેનું પ્રેમ પ્રકરણ અને મારપીટની ઘટના બોલિવૂડમાં ખૂબ ચર્ચાઇ હતી.

ઝિન્નતનાં અંગત જીવન અને કારકિર્દી સાથે સંકળાયેલા વિવાદો અંગે જાણવા આ તસવીરો પર કરો ક્લિક