આયુષ્માન શીખે છે મરાઠી, પાત્રમાં ડૂબવા પ્રયાસો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના ચંદીગઢના પંજાબી પરિવારમાંથી આવે છે અને તે આ ભાષાનો સારો ગાયક પણ છે, તે આગામી ફિલ્મ બંબઈ 'ફેયરી ટેલ' માટે મરાઠી શીખી રહ્યો છે. આયુષ્માન વિભુ પુરીની આ ફિલ્મમાં 19મી સદીના મહારાષ્ટ્રીયન વૈજ્ઞાનિક બાપુજી તલપડેની ભૂમિકા નિભાવવાની તૈયારીઓ કરી રહ્યો છે.
તે પોતાની ભૂમિકામાં ઉતરવા માટે આ પૃષ્ઠભૂમિની ભાષા પણ શીખી રહ્યો છે. આયુષ્માને આ અંગે કહ્યું કે,'આ એક અલગ જ ભાષા છે,મેં મારી દરેક ભૂમિકામાં કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો છે અને આ ફિલ્મમાં મારે વિતેલા સમયની ભૂમિકા નિભાવવાની છે અને તેની બોલી પણ શીખવાની છે'
તેમણે જણાવ્યું કે,'જ્યારે તે ચંદીગઢથી પ્રથમવાર મુંબઈ આવ્યો હતો, ત્યારે સ્ટેશન પર ઉતર્યા બાદ,સૌથી પહેલા એક બુક ખરીદી,'મરાઠી ભાષા કૈસે બોલે'.ત્યાર બાદ તે આ ભાષા સમજી લે છે, પણ બોલી શકતો નથી'
આયુષ્માન કહે છે,'જ્યારે આ ફિલ્મનો પ્રસ્તાવ મળ્યો ત્યારે મેં મારા સ્ટાફની મદદ લીધી. તે મરાઠી શીખવે છે'. ફિલ્મનો પ્રસ્તાવ મળ્યા પહેલા તે મુખ્ય પાત્ર એવા બાપુજી તલપડે અંગે કંઈ જાણતો ન હતો.
આયુષ્માનની આગામી ફિલ્મ્સ અંગે જાણવા આ તસવીરો બદલો