'ડ્રિમ ગર્લ'ના ગળાડૂબ પ્રેમમાં હતો આ ગુજરાતી, હેમાએ કર્યો અસ્વીકાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અભિનેત્રી હેમા માલિનીએ ફિલ્મનું શૂટિંગ સાથે કરવાની ચોખ્ખી ના પાડી દીધી

અમે જાણીએ છીએ કે, આ વાતને તો ચાર દાયકા જેટલો લાંબો સમય થઈ ગયો છે પરંતુ કેટલાંક લોકોને આ વાતની હજી પણ જાણ નથી.

રમેશ સિપ્પીની ફિલ્મ 'શોલે'એ અનેક રેકોર્ડ તોડ્યા છે. અલબત્ત, આ ફિલ્મમાં સંજીવ કુમાર અને હેમામાલિની વચ્ચે એકપણ સીન સાથે નથી.આ વાત કોઈને પણ નવાઈ પમાડે તેવી છે.

લિજેન્ડ સંજીવકુમાર કુંવાર હતા અને તેમણે 'ડ્રિમ ગર્લ' હેમામાલિનીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા જ સંજીવકુમારે હેમાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. હેમામાલિનીએ સંજીવ કુમારની વાતનો અસ્વીકાર કર્યો હતો.

બંને એક જ ફિલ્મમાં સાથે કામ કરતા હતા અને તેથી જ બંને અસહજતા અનુભવે તે સ્વાભાવિક છે. આથી જ ડિરેક્ટરને વિનંતી કરવામાં આવી હતી કે, ઠાકુર અને બસંતી ફિલ્મમાં એક ફ્રેમમાં આવે તેમ થવું જોઈએ નહીં. જોકે, ફિલ્મમાં કેટલાંક સીન્સમાં હેમા અને સંજીવકુમાર સાથે છે પરંતુ બંનેનું શૂટિંગ અલગ અલગ કરવામાં આવ્યું હતું.

તે સમયે હેમામાલિનીએ લગ્ન કર્યા નહોતા પરંતુ ચર્ચા હતી કે, તે ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવાની છે. ધર્મેન્દ્ર પણ ઈચ્છતો હતો કે, સંજીવકુમાર અને હેમામાલિનીના એકપણ સીન્સ સાથે હોય નહીં.


Related Articles:

બોલિવૂડ મોહી પડ્યું ગુજરાત પર, કેમ લાગી સેલિબ્રિટીઝની કતાર?
કરન જોહરના જન્મદિવસની પાર્ટીમાં ઉમટ્યું બોલિવૂડ
શાહરૂખની જીત પર બોલિવૂડ ઝૂમ્યું, આપી શુભકામના
વેકેશનમાં પણ કામગરા છે આપણા બોલિવૂડ સ્ટાર્સ
કરનની પાર્ટીમાં ઉમટશે બોલિવૂડ, મળશે દુશ્મનો
બોલિવૂડ અભિનેતા અનિલે જીવનનું ખોલ્યું એક રહસ્ય!
શબ્બીરના લગ્નમાં આવી ચઢ્યું બોલિવૂડ, જુઓ તસવીરોમાં
કાજોલનો ખુલાસો, 24 વર્ષની વયે છોડવું હતું બોલિવૂડ!