શાઇની ફરશે પરત, 'વેલકમ બેક'માં હશે મહત્વ ભૂમિકા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેતા શાઇની આહૂજા નિર્દેશક અનીસ બઝમીની કોમેડી ફિલ્મ 'વેલકમ બેક' દ્વારા બોલિવૂડમાં પાછો ફરી રહ્યો છે. ઘરની કામવાળી પર રેપ ગુજાર્યાના કેસમાં ફસાયેલા શાઇનીની કારકિર્દી પર બ્રેક લાગી ગયો હતો.

શાઇનીએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2005માં ફિલ્મ 'હજારો ખ્વાહિશે ઐસી' દ્વારા કરી હતી. આ પછી તે 'ગેંગસ્ટર', 'ભૂલ ભુલૈયા', 'વો લમ્હ', 'લાઇફ ઇન અ મેટ્રો' જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. શાઈનીની છેલ્લી ફિલ્મ 'ઘોસ્ટ' વર્ષ 2012માં રીલિઝ થઇ હતી.

અનીસ બઝમની ફિલ્મ 'વેલકમ બેક' વર્ષ 2007માં રીલિઝ થયેલી ફિલ્મ 'વેલકમ'ની સિક્વલ છે. અનીસનું કહેવું છે કે, 'વેલકમ બેક'માં શાઇની મહત્વની ભૂમિકામાં છે. આવો રોલ તેણે અત્યાર સુધી નથી કર્યો. અનીસની માનીએ તો શાઇની ફિલ્મને લઇને ખૂબ જ ઉત્સુક છે.

રેપનો આરોપ

વર્ષ 2009માં શાઇનીના ઘરની કામવાળીએ તેના પર રેપનો આરોપ મૂક્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં શાઇનીની ઘડપકડ કરવામાં આવી હતી. કોર્ટે આ મામલે તેને સાત વર્ષની સજા સંભળાઇ છે. હાલ શાઇની પેરોલ પર બહાર છે. શાઇની વિરુદ્ધ ચાલી રહેલાં કેસ સામે અનીસને કોઇ વાંધો નથી. ફિલ્મની શૂટિંગ માટે શાઇનીને 40 દિવસની જરૂર છે.