• Gujarati News
  • We Are Busy Preparing For Arpita’S Wedding, Says Elated Father Salim Khan

26 જાન્યુઆરીએ અર્પિતા કરશે લગ્ન, સલમાનનો પરિવાર તૈયારીઓમાં વ્યસ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: સલીમ ખાન, અર્પિતા અને આયુષ શર્મા)

મુંબઇ:
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતા દિલ્હીના મોડલ આયુષ શર્મા સાથે 26 જાન્યુઆરી, 2015ના રોજ લગ્ન કરશે. સલીમ ખાન અને હેલને તેને દત્તક લીધી હતી.
અર્પિતાના લગ્ન અંગે પિતા સલીમ ખાન કહે છે, "અન્ય પિતાની જેમ હું પણ ખુશ છું કે મારી દિકરી લગ્ન કરવા જઇ રહી છે. તે ફેમિલીમાં સૌથી નાની હોવાથી વધારે લાડકી છે. તેની ગેરહાજરી જરૂર યાદ અપાવશે. અમે બધા બહુ ખુશ છીએ અને લગ્નની તૈયારીમાં વ્યસ્ત છીએ. તમે જાણો છો કે હજી ચાર મહિનાની વાર છે. આ અંગે વધુ કહેવું ઉતાવણ હશે. હાલ તો અમે આ પ્રસંગને જોતાં વધુ ઉત્સાહિત છીએ."
અર્પિતાની મા હેલનનું કહેવું છે કે, "અમે બધા ખુબ જ ઉત્સાહિત છીએ અને લગ્નની તૈયારીઓ કરી રહ્યાં છીએ. અર્પિતા માટે આ નવી શરૂઆત હશે. હું તેને શુભેચ્છા પાઠવું છું. અમે આયુષને મળ્યાં છે અને અર્પિતાની પસંદથી ખુશ છીએ. આયુષ સારો છોકરો છે. તે અર્પિતાનું ધ્યાન રાખશે અને તેને ખુશ રાખશે."

અર્પિતાના લગ્ન હૈદરાબાદની જાણીતી ફાઇવ સ્ટાર હોટલમાં રાખવામાં આવશે.
આગળ જુઓ, અર્પિતા અને આયુષની કેટલીક તસવીરો...