ફિલ્મ રિવ્યૂઃ વિશ્વરૂપમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મનું નામઃ વિશ્વરૂપમ

કલાકારોઃ કમલ હસન,પૂજા કુમાર, રાહુલ બોઝ

રેટિંગઃ 3


નીરજ પાંડેની ફિલ્મ 'અ વેડનેસ ડે' આતંકવાદ પર આધારિત હતી. આ ફિલ્મને તાજેતરમાં જ તમિલમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં આતંકવાદી આખા શહેરને બોમ્બથી ઉડાવવાની ધમકી આપે છે અને પોલીસ કમિશ્નર આખો દિવસ આતંકવાદી સાથે વાટાઘાટો કરે છે. આ ફિલ્મમાં નસરૂદ્દીન શાહ અને પોલીસ કમિશ્નર તરીકે અનુપમ ખેર હોય છે. કમલ હસને તમિલ વર્ઝનમાં અનુપમ ખેરનું પાત્ર નિભાવ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં જ્યારે નાસીરને સવાલ કરવામાં આવ્યો કે તમિલ વર્ઝનમાં તેનું પાત્ર કોણ સારી રીતે ભજવી શકે, તો તેને જવાબ આપ્યો હતો કે શા માટે કમલ બંને પાત્રો ના ભજવી શકે? કમલની આ પ્રતિષ્ઠા આપણને ફિલ્મમાં જોવા મળી છે.

મને નવાઈ એ લાગે છે કે તેણે ફિલ્મ લખી છે, ડાયરેક્ટ કરી છે અને ફિલ્મમાં અભિનય પણ કર્યો છે અને તે ફિલ્મના અનેક પાત્રોમાં બંધબેસે છે. તેણે એક જ ફિલ્મમાં અનેક પાત્રો ભજવ્યા છે. માત્ર એટલું જ નહીં તેણે બધા જ પાત્રોને સરખો ન્યાય પણ આપ્યો છે. છેલ્લે રીલિઝ થયેલી ફિલ્મ 'દશાવતાર'માં કમલે 13 પાત્રો ભજવ્યાં છે. તેમાં તેણે યુએસએના રાષ્ટ્રપ્રમુખનું પણ પાત્ર ભજવ્યું છે.

આ ફિલ્મમાં તે પહેલાં ભરતનાટ્યમના ડાન્સ-ગુરૂ તરીકે આવે છે. હસનનું પાત્ર વિશ્વનાથ સુપર હોટ વૈજ્ઞાનિક (પૂજા કુમાર, અદ્દભૂત અદાકારા) સાથે થાય છે. શા માટે તેઓ લગ્ન કરે છે, આ વાતને લઈને એક રહસ્ય છે પરંતુ તમે ફિલ્મ જોશો એટલે ખ્યાલ આવી જશે. કમલને રસોઈ અને સંભાળ રાખવી ઘણી જ પસંદ છે. તેનું એક અલગ વ્યક્તિત્વ છે.

આ ફિલ્મ એક તબક્કે વિશ્વનાથની પાછળ રહેલાં વ્યક્તિને ઉજાગર કરે છે. તે ઈન્ડિયન મુસ્લિમ વસીમ કાશ્મીરી હોય છે. તે અલ કાયદાનો બાપ હોય છે. તે ખરેખર એક કિલિંગ મશીન હોય છે. તેની પાસે સુપર-પાવર હોય છ અને તે ક્લાસિક કોમિક બુક્સ વાંચતો હોય છે. તે માણસ સાઉદી માટે મુઝાહીદ્દીનના ગ્રુપ હેઠળ મલ્ટી નેશનલ કંપની પાસેથી ફંડ ઉઘરાવતો હોય છે. તેને પાકિસ્તાન મદદ કરે છે અને અફઘાન તેને દોરવણી આપે છે. રાહુલ અને મર્લોન બ્રાન્ડો પોટે અફલાતુન અભિનય કર્યો છે. બંનેએ ઓસામા બિન લાદેનનું ઘર ગણાતાં અફઘાનમાં ટ્રેનિંગ, ફાઈટિંગ કરી છે. વસીમ કાશ્મીરી ઘણો જ રસપ્રદ લાગે છે.

આ જ વ્યક્તિ ન્યૂ યોર્કમાં તૌફીક તરીકે જીવન જીવતો હોય છે. અહીંયા તે આતંકવાદ વિરૂદ્ધ લડતો બતાવવામાં આવ્યો છે. આપણને સાચી વાતની ખબર જ હોતી નથી. આ વાત સ્વાભાવિક છે. જોકે, એક દર્શક તરીકે તમે આ ફિલ્મને માણી શકો છે.

પાન્સી ડાન્સર માસ્ટર, અમેરિકામાં ચાલાકીથી રહેતો વ્યક્તિ અને એક જેહાદી આતંકવાદી તરીકે કમલ હસને બધા જ પાત્રોને પૂરતો ન્યાય આપ્યો છે. જેહાદી જ્યારે રણમાં લડતો હોય છે, ત્યારે એ જ સમયે તે અમેરિકામાં હિરો તરીકે હોય છે. આ પ્લોટમાં સમાંતર રીતે લડાઈના દ્રશ્યો અને ચાબુકના સીન્સ શૂટ કરવામાં આવ્યાં છે. ડ્રોનના હુમાલ અને વેલફેર પણ સારી રીતે ભજવવામાં આવ્યાં છે. આ ફિલ્મમાં સ્પેશ્યિલ ઈફેક્ટનો ઘણી જ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું બજેટ ઘણું જ વધારે છે. કોઈ પણ હોલિવૂડ ફિલ્મ્સ જેટલું જ છે.


આ ફિલ્મની ક્રેડિટ સાચે જ લેખક, ડાયરેક્ટરને આપવી જ જોઈએ. કમલ હસન પાંચ દાયકાની કરિયરમાં તમિલ સિનેમામાં સેન્ટરમાં રહ્યો છે અને તેણે પોતાના પર્ફોમન્સ અને સ્ટોરી ટેલિંગથી સિનેમાને અલગ જ ઓળખ આપી છે. તેણે 'પુષ્પક'માં સાઈલેન્ટ કોમેડી પણ કરી છે. 'ચાચી 420'માં હ્યુમર જોવા મળી છે. તેણે 'સદમા', 'નયાકન' અને 'અપ્પુ રાજા' જેવી ફિલ્મ્સમાં દમદાર અભિનય કર્યો છે. તો બીજી બાજુ કમલનો હરિફ રજનીકાંતે પણ દમદાર અભિનય આપ્યો છે અને તે ભગવાન તરીકે પૂજાય છે. બોલિવૂડમાં જેમ સલમાન અને આમિર છે, તેવી જ રીતે કમલ સર અને રજની સર છે.


આ ફિલ્મનો વિષય વૈશ્વિક સ્તરે આતંકવાદ એ છે. આ ફિલ્મમાં આતંકવાદને દર્શાવવામાં આવ્યો છે. 'વિશ્વરૂપમ' આ વિષય પર બનનારી પહેલી ફિલ્મ નથી. આ વિષય પર બનનારી આ છેલ્લી ફિલ્મ પણ નથી. તો શું આ ફિલ્મમાં આતંકવાદને નેગેટીવ રીતે લેવામાં આવ્યો છે? શું ઈસ્લામ વિષે આ ફિલ્મમાં ખરાબ વાત કરવામાં આવી છે? માત્ર કેટલાંક રાજકારાણીઓએ આ વાતને એ રીતે રજૂ કરી છે. હિંસાને કોઈ ધર્મ હોતો નથી. હસને 'હે રામ'માં રાજકરણીની ભૂમિકા ભજવી છે. તો શું તેણે હિંદુઈઝમ પર હુમલો નથી કર્યો.

આ ફિલ્મ ફૂલ એન્ટરટેઈમેન્ટ છે અને તેમાં દેસી મિક્સ પણ છે. ફિલ્મમેકર્સે એફબીઆઈ એજન્ટ તરીકે વિદેશી કલાકારો લીધા છે. તેણે હોલિવૂડ ઈફેક્ટથી ફિલ્મને વધુ સારી બનાવી છે. દેશમાં અત્યારે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો તેની ચર્ચા થાય છે, પણ આ ફિલ્મ જોયા બાદ તમે એક વાત ચોક્કસ કહી શકાય છે, ઓહ, શા માટે લોકો આટલાં ગંભીર?