આખરે કેમ 'વિકી ડોનર' ફેમ શૂજીત સરકાર ભરાયા રોષે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ ફિલ્મ 'બરફી'ને ઓસ્કાર માટે ભારત તરફથી મોકલવામાં આવી છે. જોકે, 'બરફી'ને ઓસ્કાર માટે મોકલાતાં 'વિકી ડોનર'ના ડિરેક્ટર શૂજીત સરકાર રોષે ભરાયા છે. જોકે, તે 'બરફી'ની સ્ટારકાસ્ટ કે દિગ્દર્શક પર નહીં પણ 'વિકી ડોનર'ના નિર્માતા ઈરોસ પર રોષે ભરાયા છે. શૂજીત સરકારે કહ્યું હતું કે તે રણબિર કપૂર, અનુરાગ બાસુ અને 'બરફી'ની આખી ટીમ માટે ખુશ છે. જોકે, 'વિકી ડોનર'ને ઓસ્કારની જ્યુરી સમક્ષ પણ મોકલવામાં ના આવતાં તે ગુસ્સે થયા છે. વધુમાં તેમણે કહ્યું હતું જ્યારે જ્યુરીએ તેમને જણાવ્યું કે નિર્માતાએ ફિલ્મ પેનલને મોકલી જ નથી. આ ફિલ્મ કર્મશીયલ રીતે સફળ રહી હતી. આ ફિલ્મનો આઈડિયા નવો હતો. સરકારે અન્ય દિગ્દર્શકોને અપીલ કરી હતી કે નિર્માતાઓથી બચવાની જરૂર છે અને તેમની ફિલ્મ કયા સ્ટેજ પર છે, તેના પર ધ્યાન રાખવું. જે રીતે તેની સાથે બન્યું, તેમ અન્ય સાથે પણ બની શકે છે. તેના માટે કર્મશીયલ હિટ કરતાં વિવેચકો ફિલ્મને વખાણે તે બાબત મહત્વની છે. શૂજીત સરકારને આશા છે કે ભવિષ્યમાં ઈરોઝ આ પ્રકારની ભૂલ તેની કે અન્ય દિગ્દર્શક સાથે કરશે નહીં.