• Gujarati News
  • Uk Embassy Stopped Visa Of Bollywood Actor Salman Khan

સલમાનને ન મળ્યા વીઝા, યુકે એમ્બેસીના મતે ગુનેગાર છે \'દબંગ\'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂ઼ડ અભિનેતા સલમાન ખાનને કાળિયાર હરણ શિકાર કેસમાં સાત વર્ષ પહેલાં જોધપુર કોર્ટે સાત વર્ષની સજા ફટકારી હતી. હવે, આ સજા તેને વિદેશ જવા માટે અડચણરૂપ થઈ રહી છે. આ મુસીબતમાંથી છુટકારો મેળવવા માટે સલમાને શુક્રવારના રોજ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આમાં ન્યાયાધીશ નિર્મલજીત કૌરે સરકારને 12 નવેમ્બરના રોજ જવાબ આપવાનો આદેશ આપ્યો છે.

સલમાન તરફથી લેખરાજ મહેતા અને રમિત મહેતાએ અરજી કરી હતી અને કહ્યુ હતુ કે સલમાનને નીચલી અદાલતે આપેલા સજા હાઈકોર્ટે સ્થગિત કરી દીધી છે પરંતુ રેકોર્ડના અનુસાર દંડાદેશ આજે પણ યથાવત છે. આ કારણથી સલમાનના વીઝા રિન્યૂ થઈ શકે તેમ નથી અને વિદેશ જવામાં અડચણ આવી રહી છે.

આગળની તસવીરો પર ક્લિક કરીને જુઓ યુકે એમ્બેસીએ શા માટે સલમાનને રોક્યો...

ફોટોઃ ફાઈલ ફોટો સલમાન ખાન