• Gujarati News
  • Tiger Was Shocked To See The Dance Of The Two And A Half Years Old Sshaawn

Pix: દોઢ વર્ષના ફેનનો ડાન્સ જોઇ અવાક રહી ગયો ટાઇગર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડને ટાઇગર શ્રોફના રૂપમાં એક નવો અભિનેતા મળ્યો છે. તેની પ્રથમ ફિલ્મે જ રજનીકાંતને જોરદાર ટક્કર આપી છે. ટાઇગર શ્રોફનો અંદાજ જ નિરાળો છે. હાલમાં જ ટાઇગર તેના બાળ ફેનને મળ્યો હતો.
સશ્વાન એવિએશનના માલિક વાહિદ ખાન અને તેના પરિવારના આમંત્રણ પર ટાઇગર તેમના અઢી વર્ષના દિકરા સશ્વાનને મળવા આવી પહોંચ્યો હતો.
અઢી વર્ષનો સશ્વાન ટાઇગરનો ફેન છે અને છેલ્લા કેટલાક દિવસથી તે ટાઇગરને મળવાની જીદ લઇને બેઠો હતો. તેણે ફેમિલી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. ટીવી પર ટાઇગરનું ગીત જોયા પછી સશ્વાન તેને મળવા ઇચ્છતો હતો.
પિતાની જેમ ડાઉન ટૂ અર્થ છે ટાઇગર
વાહિદ પહેલાથી જ ટાઇગર શ્રોફને ઓળખે છે. આવામાં દિકરાની જીદ પૂરી કરવા વાહિદે ટાઇગરને આમંત્રણ પાઠવ્યું હતું. વાહિદ કહે છે ટાઇગર પણ તેના પિતાની જેમ રિયલ લાઇફમાં ડાઉન ટૂ અર્થ છે.
આમંત્રિત કરાતાં ટાઇગર વાહિદની ફેમિલી અને સશ્વાનને મળ્યો હતો. અહીં ટાઇગર તેની ફિલ્મ 'હિરોપંતી'ના ટ્રેક પર સશ્વાનનો ડાન્સ જોઇને અવાક રહી ગયો હતો.
સશ્વાનને મળ્યાં પછી ટાઇગર ખુશ થઇ ગયો હતો. તેણે અપાર સ્નેહ બદલ ફેન્સનો આભાર પણ માન્યો હતો. સાથે ટાઇગરના ફેન્સમાં વાહિદની દિકરીનું નામ પણ જોડાયું છે. તે જોહાના નામે એન્ટરટેઇન્મેન્ટ બિઝનેસ લોન્ચ કરવા વિચારી રહ્યાં છે.
જુઓ, કેટલીક તસવીરો...