• Gujarati News
  • Tiger Roars At The Box Office; Thalaivaa Lags Behind

બોક્સ-ઓફિસ પર 'ટાઇગર'ની ગર્જના, સાઉથમાં રજનીકાંતનો જાદુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપરસ્ટાર રજનીકાંતની એનિમેડેટ ફિલ્મ 'કોચાડિયાન' સાથે રીલિઝ થયેલી ટાઇગર શ્રોફની ફિલ્મ 'હિરોપંતી'ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 'કોચાડિયાન'ને સાઉથમાં સારી શરૂઆત મળી છે, પણ હિંદી બેલ્ટમાં ફિલ્મને ઝાટકો લાગ્યો છે.
ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ સમીક્ષક વિનોદ મિરાની પ્રમાણે, ટાઇગર શ્રોફે પોતાના ડાન્સ અને એક્શનના દમે ફિલ્મને સારી શરૂઆત અપાવી છે. ફિલ્મ ટાઇગરના ખભા પર જ હતી અને તેણે કરી બતાવ્યું. આ ફિલ્મે વીકએન્ડમાં 21 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
'કોચાડિયાન'ને હિંદી બેલ્ટમાં ઝાટકો
સાથે જ કહ્યું કે, રજનીકાંત જરૂર મીડિયા સ્ટાર છે, પણ તેમની ફિલ્મને હિંદી બેલ્ટમાં સારો પ્રતિસાદ મળ્યો નથી. ઘણી જગ્યાએ રજનીકાંતની આ ફિલ્મના શોઝ દર્શકો ન મળવાને લીધે રદ કરવા પડ્યાં.
ટ્રેડ એક્સપર્ટ અને ફિલ્મ સમીક્ષક તરન આદર્શ કહે છે કે, હિંદી બેલ્ટમાં 'હિરોપંતી'ની સીધી ટક્કર રજનીકાંત સ્ટારર 'કોચાડિયાન' સાથે માનવામાં આવતી હતી, પણ એવું નથી. ફિલ્મના તમિલ વર્જનનો ફર્સ્ટ શો હિટ રહ્યો. તેમણે કહ્યું કે, રજનીકાંતની ફિલ્મ્સની સાઉથમાં રાહ જોવાય છે, આથી ફિલ્મ હિટ રહેશે એવું લગભગ નક્કી હતું.
તારન આદર્શે કહ્યું કે, 'કોચાડિયાન'ને હિંદી બેલ્ટ અંગે તો શુક્રવારે આવનાર બોક્સ-ઓફિસ કલેક્શન પછી જ કહી શકાશે. તેમણે કહ્યું કે ફિલ્મની ધીમી શરૂઆતનું કારણ તેની રીલિઝ ડેટમાં લાગેલો સમય પણ છે. ફિલ્મનું તમિલ વર્જન હિંદી વર્જનના નુકસાનની ભરપાઇ કરવા માટે પર્યાપ્ત છે.
ઝડપથી બોક્સ ઓફિસ પર જગ્યા બનાવી રહી છે હોલિવૂડ ફિલ્મ્સ
આ સપ્તાહે રીલિઝ થયેલી ત્રીજી ફિલ્મ 'એક્સ મેન : ડેઝ ઓફ ફ્યૂચર પાસ્ટ'એ પણ સારી કમાણી કરી છે. હોલિવૂડ ફિલ્મ્સ ઝડપથી બોક્સ-ઓફિસ પર જગ્યા બનાવી રહી છે.
ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ ક્રિટિક જોગિંદર ટુટેઝા કહે છે કે, 'હિરોપંતી'એ વીકએન્ડના બે દિવસોમાં જબરદસ્ત કલેક્શન કર્યું છે. ઓપનિંગ જ 50થી 60% રેન્જથી થઇ છે, જે કોઇપણ ફિલ્મ માટે સારી શરૂઆત છે.
ટાઇગર શ્રોફ અને કીર્તિ સેનનના પાક્ષમાં સબ્બીર ખાનનું ડિરેક્શન અને પ્રમોશન ઇવેન્ટ કામ કરી ગઇ. વીકએન્ડમાં ફિલ્મ 21 કરોડથી વધારે કમાણી કરી ચૂકી છે. તેમણે કહ્યું કે, સાજીદ નડિયાદવાલા 'હાઇવે' અને '2 સ્ટેટ્સ' પછી 'હિરોપંતી'ની હિટ સાથે હેટ્રિક તરફ આગળ વધી રહ્યાં છે.
દક્ષિણી રાજ્યોમાં 'કોચાડિયાન'નું કલેક્શન અસાધારણ
ટુટેઝાએ કહ્યું કે રજનીકાંતની ફિલ્મ 'કોચાડિયાન' પહેલાથી જ હિટ થઇ ચૂકી છે. સાઉથને ફિલ્મમાં મોટી સફળતા મળી છે. જોકે, હિંદી ભાષી રાજ્યોમાં ફિલ્મની શરૂઆત ધીમી રહી, પણ દક્ષિણી રાજ્યોમાં તેનું કલેક્શન અસાધારણ રહ્યું. ફિલ્મના બિઝનેસની જાણ તો સત્તાવાર જાહેરાત પછી જ થશે.