ફિલ્મ પ્રિવ્યૂઃ તેરી મેરી કહાની

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'તેરી મેરી કહાની' ત્રણ અલગ-અલગ તબક્કામાં પ્રેમ બતાવે છે. આ ફિલ્મ સમયના ત્રણ અલગ અલગ તબક્કામાં છે. 1960નું વર્ષ છે. પ્રેમી છે, ગોવિંદ અને રૂખસાર. બંને મુંબઈમાં રહે છે અને એકબીજાને પ્રેમ કરે છે. ત્યારબાદ વાર્તા વર્તમાનમાં આવી જાય છે. વર્ષ 2012નું વર્ષ છે. મુંબઈને બદલે હવે લંડન છે. પ્રેમીઓનું નામ રાધા અને ક્રિશ છે. હવે, વાર્તા 100 વર્ષ પહેલા આગળ જાય છે એટલે કે સમય આવે છે, 1910નો. તેમના નામ બદલાઈ ગયા છે, આરાધના અને જાવેદ. જોકે, તેમની વચ્ચેનો પ્રેમ એવોને એવો જ છે. શું તેઓ દરેક જન્મમાં એકબીજાના પ્રેમમાં પડશે, જાણવા માટે જુઓ 'તેરી મેરી કહાની'