• Gujarati News
  • Suraj Pancholi Write A Story On Jiah Khan's Suicide Case

સૂરજ પંચોલી જીયાના મોતને લઈને લખશે પોતાના અનુભવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મ અભિનેત્રી જિયા ખાનનાં મૃત્યુને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેની માં રાબિયા ખાન આજે પણ તેની દિકરીનાં મૃત્યુ માટે સૂરજ પંચોલીને જવાબદાર માની રહી છે.

તો બીજી બાજુ સૂરજ પંચોલી પોતાની પ્રેમિકાના મોતને લઈને હજી પણ અસ્વસ્થ છે. જિયાનું મોત અને સૂરજ પર લાગેલાં આરોપો અને પોલીસની કાર્યવાહીથી લઈને અનેક સવાલો સૂરજે અનુભવ્યા છે. હવે, સૂરજ પંચોલી આ તમામ વાતોને એક સ્ટોરીરૂપે લખવાનો છે.

સૂરજે નક્કી કર્યુ છે કે તે પોતાના બધા જ અનુભવો લખશે. ઉલ્લેખનીય છે કે જિયાના મોતના કેસ બદલ સૂરજ પંચોલીને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. હાલમાં તે જામીન પર છે.