• Gujarati News
  • Supreme Court To Consider Sanjay Dutt's Review Petition Today

સંજય દત્તની પુનર્વિચાર અરજી પર સુપ્રીમ આજે આપશે ચુકાદો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટ વર્ષ 1993નાં મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસનાં દોષિત અને બોલિવૂડ સ્ટાર સંજય દત્તની પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. આમ સંજય દત્તને હવે આગામી 16મેનાં રોજ જેલમાં જવુ પડશે. સુપ્રીમ કોર્ટે ગત 21 માર્ચનાં રોજ ટાડા કોર્ટે આર્મ્સ એક્ટ હેઠળ આપેલી 6 વર્ષની જેલની સજા ઘટાડીને પાંચ વર્ષની કરી દીધી હતી. આ સજા સામે સંજય દત્તે પુનર્વિચાર અરજી દાખલ કરી હતી.

આ મામલે સંજય દત્ત દોઢ વર્ષની સજા ભોગવી ચૂક્યો છે. આથી તેને હવે સાડાત્રણ વર્ષ જેલમાં પસાર કરવા પડશે. જેમાં યુસુફ મોહસીન નલવાલા, ખલીલ અહમદ સૈયદ અલી નજીર, મહમ્મદ દાઉદ યુસુફ ખાન, શેખ આસિફ યુસુફ, મુજ્જમિલ ઉમર કાદરી અને મહમ્મદ અહમદ શેખનો સમાવેશ થાય છે. સુપ્રીમે આ તમામ દોષિતોની પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે.

સંજય દત્તની સજા અંગે વધુ જાણવા આ તસવીરો બદલો