તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સની પડ્યો મુશ્કેલીમાં, 9 કરોડનો ફટકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અભિનેતા સની દેઓલ પાસે વાયકોમ 18 કંપનીના નવ કરોડ રૂપિયા બાકી નીકળે છે. વાયકોમે તેને 30 દિવસમાં આ રૂપિયા પરત કરવાની નોટિસ મોકલી આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ વર્ષ પહેલાં કંપનીએ સની દેઓલ પાસેથી ફિલ્મ 'ઘાયલ 2'ના વિશ્વ વિતરણ અધિકાર 30 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.

કંપનીએ સનીને અગાઉથી જ 9 કરોડ રૂપિયા આપ્યા હતા, જેમાંથી તેણે ફિલ્મની શરૂઆત કરી હતી. નિર્દેશક અને લેખક સંજય ચૌહાણે તેની સ્ટોરી લખીને એક મિનીટનો પ્રોમો પણ બનાવ્યો હતો. જેને ફિલ્મ 'રેડી' સાથે સિનેમાં ઘરોમાં દર્શાવવામાં આવ્યો હતો.

સની અને અશ્વિનીમાં મતભેદ થતા આ ફિલ્મ નિર્દેશક રાહુલ રવૈલના ખાતામાં ચાલી ગઇ હતી. રવૈલે લેખક પિયૂષ મિશ્રા સાથે મળીને નવી પટકથા તૈયાર કરી જેના પર 2013માં શુટિંગ શરૂ થનાર હતું પરંતુ 'યમલા પગલા દિવાના 2' ની સફળતાના કારણે રવૈલે ફિલ્મ છોડી દીઘી હતી.

હવે વાયકોમ 18 ના નવા સીઇઓ સુંધાશુ વત્સે ફિલ્મના કરારને પૂરો કરી નવ કરોડ રૂપિયા પરત માંગ્યા છે. તે ઉપરાંત સની પાસેથી બે વર્ષનું વ્યાજ પણ માગ્યું છે.

સનીએ ફિલ્મ 'વાયપીડી2' માટેના સેટેલાઇટ અધિકાર વાયકોમ 18ની કંપની કલર્સ ચેનલને 20 કરોડમાં વેચ્યા છે. જો આ વિવાદનો હલ નહી થાય તો સનીને આ પૈસા પણ ગુમાવવા પડશે.