તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરી ખાન સહિત અનેક સ્ટાર્સ રીતિકની ખબર કાઢવા પહોંચ્યા હોસ્પિટલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેતા રીતિક રોશનની બ્રઇન સર્જરી થઇ હતી. બોલિવૂડનાં આ સુપરસ્ટારની એન્ડોસ્કોપી બ્રઇન સર્જરી મુંબઇની હિન્દુજા હોસ્પીટલમાં કરવામાં આવી હતી.

સંજય કપૂર, ગૌરી ખાન,રાજપાલ યાદવ, કુનિકા, ઉદય ચોપરા સહિતના સ્ટાર્સ હોસ્પિટલ આવ્યા હતાં.

રીતિકનાં પિતા રાકેશ રોશને જણાવ્યું હતું કે,'સર્જરી હવે પૂર્ણ થઇ ગઇ છે અને રીતિક હવે ખતરાથી બહાર છે. તેને આગામી 48 કલાકમાં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવશે'

એક ખબર મુજબ રીતિકની સારવાર ટ્રીપનીંગ ટેકનિકથી કરવામાં આવી છે. આ ટેકનિકને ટ્રીફિનેશન અથવા ટ્રીફિનીંગ નામથી પણ ઓળખવામાં આવે છે. આ સારવારની પદ્ધતિ પણ ખાસ હોય છે. જેમાં માણસનાં માથામાં એક નાનો છેદ કરવામાં આવે છે. આ ટેકનિક ન્યૂરોલોજીકલ બીમારીથી પીડાતા દર્દી પર કરવામાં આવે છે. આ પ્રકારની સારવારમાં શરીરનાં કોઇપણ ભાગમાં છેદ કરવામાં આવે છે જે માથાથી લઇને નખ સુધી થઇ શકે છે. આ સ્થિતિમાં દર્દીને રાહત આપવા માટે શરીરની ઉપલી સપાટીની નીચે મશીનથી દબાણ કરવામાં આવે છે. આ સારવારની પ્રક્રિયામાં ટ્રીફિન નામનું સાધન વાપરવામાં આવે છે.આ મશીનથી જ માથામાં છેદ કરવામાં આવે છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ, રીતિકે એક સપ્તાહ પહેલાં જ સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો. સર્જરીનો સમય નક્કી થયા બાદ તે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો હતો. ગતરાત્રે તેમણે આ સર્જરી અંગે પોતાના બાળકોને જાણ કરી હતી અને તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.

હોસ્પીટલમાં જતા પહેલાં રીતિક રોશને આ સર્જરી અંગે પ્રશંસકો માટે ફેસબૂક પર એક મેસેજ પણ પોસ્ટ કર્યો હતો.

તસવીરોમાં સ્ટાર્સ....