• Gujarati News
  • Shah Rukh's Cutie AbRam Spotted At IPL 8 Opening Match

અબરામ ડેડી શાહરૂખ માટે બન્યો Lucky, સાથે કરી ટીમની જીતની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વીડિયોઃમેદાનમાં અબરામ)
કોલકાતાઃ આઈપીએલની આઠમી સિઝનની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ તથા મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે યોજાઈ ગઈ. શાહરૂખ ખાન પોતાની ટીમનો ઉત્સાહ વધારવા માટે પોતાના ત્રણેય સંતાનો આર્યન, સુહાના તથા અબરામ સાથે આવ્યો હતો.

અબરામ પહેલી જ વાર મેચ જોવા આવ્યો હતો અને તે મેદાનમાં આકર્ષણનું કારણ પણ બન્યો હતો. અબરામ ડેડ શાહરૂખ માટે લકી સાબિત થયો તેમ માનવામાં આવી રહ્યું છે.
ટીમ જીતતા શાહરૂખ પોતાના પુત્ર અબરામ સાથે સ્ટેડિયમમાં દર્શકોનું અભિવાદન કરવા માટે આવ્યો હતો. ખુલ્લું મેદાન જોતા જ અબરામ સ્ટેડિયમમાં આમથી તેમ રમવા લાગ્યો હતો.
અબરામ અને શાહરૂખની કેમેસ્ટ્રી કમાલની જોવા મળી હતી. મેદાનમાં અબરામના એક્સપ્રેશન, તેની મસ્તી ક્યુટ લાગતા હતાં.

જીત પછી મેદાન પર આવ્યો અબરામઃ
અબરામે અલ્ટ્રા-મોર્ડન ટીમ ટી-શર્ટ પહેરી હતી. ટીમની જીત બાદ કેકેઆરના ખેલાડીઓ મેદાની ફરતે દર્શકોનો આભાર માનતા હતાં. ત્યારે અબરામ પણ પિતા શાહરૂખની સાથે જોવા મળ્યો હતો. પિતાના ખોળામાં રહીને મેદાનનું ચક્કર લગાવ્યા બાદ અબરામ અન્ય કોઈના ખોળામાં જોવા મળ્યો હતો પરંતુ ડેડીને જોતાં જ તેની પાસે જવા ઉતાવળો બન્યો હતો ગૌતમ ગંભીર પણ અબરામને જોઈને ખુશ થઈ ગયો હતો.

(આગળ ક્લિક કરીને જુઓ મેદાનમાં છવાયો શાહરૂખ પુત્ર અબરામ....)