• Gujarati News
  • SRK On Surrogacy: There Is A Mix Of Sadness And Happiness About It

અંતે સેરોગેટ બાળકને લઈને શાહરૂખે ખોલ્યું મોં, આપ્યો કંઈક આવો જવાબ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેરોગેટ મધરની મદદથી શાહરૂખના ત્યાં ત્રીજા સંતાનનો જન્મ થયો છે. અભિનેતાએ કહ્યુ હતુ કે આ તેની અંગત બાબત છે. મુંબઈની જે ડબલ્યૂ મેરિયોટ હોટલમાં શાહરૂખ ખાન બુધવારના રોજ પોતાની આગામી ફિલ્મ 'ચેન્નાઈ એક્સપ્રેસ'ના મ્યૂઝિક લોન્ચિંગમાં આવ્યો હતો.

હોટલમાં જ્યારે શાહરૂખ ખાનને જ્યારે પિતા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે એટલું જ કહ્યુ હતુ કે અત્યારે તેના માટે સુખ અને દુઃખની લાગણી છે. શાહરૂખે સંબંધિત અધિકારીઓની સાથે એ તમામ લોકોને અપીલ કરી હતી કે તેઓ જેટલો ઉત્સાહ નવજાત બાળકની તપાસ કરવામાં બતાવે છે, તેટલો જ ઉત્સાહ અન્ય કોઈ બાબતમાં બતાવે તે જરૂરી છે.

શાહરૂખે વધુમાં કહ્યુ હતુ કે તે તેના બાળકની વાત તમામને કરશે પણ ત્યારે જ કરશે જ્યારે આ બાબતની દુઃખદ પ્રસંગ પૂર્ણ થઈ જશે. શાહરૂખે લોકોને અપીલ કરી છે કે તેઓ બાળકની બદલે તેની આગામી ફિલ્મ પર ધ્યાન આપે તે જરૂરી છે.

(ક્યારે જન્મ્યું શાહરૂખનુ સેરોગેટ બેબી, જાણવા માટે કરો આગળની તસવીરો પર ક્લિક...)