‘થપ્પડ’ પ્રકરણ પછી ફરાહ અને શાહરૂખ ભેટીને રડી પડ્યાં!

SRK and Farah Khan hug after slap incident

Nishant A Bhuse

Feb 01, 2012, 12:39 PM IST

shahrukh_300- નવા દુશ્મન બનેલા જૂનાં મિત્રોનું ‘મન્નત’માં થયું પુનર્મિલન!
- સાજિદ ખાન, સાજિદ નડિયાદવાલા અને ગૌરીએ કરી મધ્યસ્થી


ફરાહ ખાનના ભાઈ સાજિદ ખાને શાહરૂખ અને ફરાહ-શિરીષ કુંદર વચ્ચે સુલેહ કરાવી દીધી છે. સાજિદે જણાવ્યું હતું કે, મામલો શાંત કરવા માટે તેણે શાહરૂખ અને ફરાહ-શિરીષ વચ્ચે મધ્યસ્થી કરી હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે ફરાહ અને શાહરૂખ 20 વર્ષથી મિત્રો હતાં અને તેમની વચ્ચેની આ દુશ્મનીથી સાજિદ પોતે પણ દુઃખ અનુભવતો હતો.

‘હું ફરાહ અને શિરીષને લઈને શાહરૂખના મન્નત બંગલા પર ગયો, ત્યારે ફરાહ અને શાહરૂખ એકબીજાને ભેટી પડ્યાં હતાં અને બંનેની આંખોમાંથી આંસુ વહ્યાં હતાં. ઘણાં જ ભાવવાહી દ્રશ્યો સર્જાયાં હતાં. ફરાહનાં લગ્ન રજિસ્ટર કરાવતી વખતે શાહરૂખ જ સાક્ષી તરીકે હાજર રહ્યો હતો, અને તેણે સહી પણ કરી હતી.’

જાણવા મળ્યા મુજબ સાજિદ ખાન, સાજિદ નડિયાદવાલા અને શાહરૂખની પત્ની ગૌરીના સહિયારા પ્રયત્નો થકી આ પુનર્મિલન શક્ય બન્યું હતું.
X
SRK and Farah Khan hug after slap incident

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી