મુંબઈઃ બોલિવૂડના 'ક્રિશ' એટલે કે રીતિક રોશન બાર્બી ડોલ કેટરિના કૈફ પોતાની 'બેંગ બેંગ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. બંને ગુરૂવારના રોજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. જોકે, આ બંને એરપોર્ટ પર અલગ-અલગ જોવા મળ્યાં હતાં. બંને સ્ટાર્સ ફિલ્મ પ્રમોશન માટે દિલ્હી આવ્યા હતાં.
એરપોર્ટ પર કેટ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. કેટબેબીએ બ્લૂ જીન્સ, વ્હાઈટ ટી-શર્ટ, લેપર્ડ પ્રિન્ટનુ જેકેટ પહેર્યું હતું. તેણે બ્લેક ગોગલ્સ તથા લોન્ગ બ્લેક લેધર શૂઝ પહેર્યાં હતાં. બીજી બાજુ, રીતિકે બ્લેક ફૂલ ટી-શર્ટ, બ્લેક હાફ જેકેટ તથા બ્રાઉન ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો. તેણે કેપની સાથે બ્લેક ગોગલ્સ પહેર્યા હતાં. જોકે, એરપોર્ટ પર આ બંને અલગ-અલગ જોવા મળ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને વચ્ચે કોલ્ડ વૉર ચાલી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેટરિનાને રીતિક સામે વાંધો છે. રીતિકે ફિલ્મમાં કેટના અનેક સીન્સ કઢાવી નાખ્યા છે. તો કેટલાંક કહે છે કે કેટે
રણબિર કપૂરના એક્શન સીનની તુલના રીતિક સાથે કરી હતી અને આ જ કારણથી બંને દૂર થઈ ગયા.
2 ઓક્ટોબરના રોજ રીલિઝ થતી આ ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ છે.
(આગળની તસવીરો પર ક્લિક કરીને જુઓ, રીતિક અને કેટરિના....)