તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Southern Beauty Priya To Make Debut With Film 'jazbaa'

Twitterએ અપાવી પ્રિયાને ફિલ્મ, સંજય ગુપ્તાની 'જઝબા'થી કરશે ડેબ્યૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: અભિનેત્રી પ્રિયા બેનર્જી)
મુંબઇ: વાત ફ્રીડમ ઓફ સ્પીચની હોય કે ફીલિંગ શેર કરવાની, સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરનો ક્રેઝ બોલિવૂડ સ્ટાર્સમાં વધી રહ્યો છે. જોકે, ટ્વિટરને લઇને રસપ્રદ વાત એ સામે આવી છે કે, હવે આ મોઇક્રોબ્લોગિંગ સાઇટ ઉભરતા સ્ટાર્સ માટે બોલિવૂડનો માર્ગ સરળ કરે છે. પ્રિયા બેનર્જી આનું જ એક ઉદાહરણ છે.
તમિલ અને તેલુગુ ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી પ્રિયા બેનર્જી ડિરેક્ટર સંજય ગુપ્તાની આગામી હિંદી ફિલ્મ 'જઝબા' સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. જોકે, પ્રિયાને આ ફિલ્મ ટ્વિટર દ્વારા મળી.
સંજય તેમની ફિલ્મ માટે હિરોઇનની શોધમાં હતા, પણ રોલ પ્રમાણે કોઇ ચહેરો ફિટ બેસતો નહોતો. એક દિવસ ટ્વિટર પર સંજયને કોઇએ પ્રિયાનો વીડિયો ટેગ કર્યો. પછી સંજયે પ્રિયાને જોઇ અને તેમને પોતાની ફિલ્મ માટે હિરોઇન મળી ગઇ. સંજય પ્રમાણે, ટેગ કરવામાં આવેલો વીડિયો પ્રિયાની કોઇ તમિલ ફિલ્મનો હતો. એમણે વીડિયો જોયો અને તેમને પ્રિયા ફિલ્મના રોલમાં યોગ્ય લાગી. પછી તેમણે કાસ્ટિંગ ડિરેક્ટર સાથે વાત કરી અને ફાઇનલી પ્રિયાને ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવી.