તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક ચોરની કથા છે 'લૂટેરા', જાણો આવી જ કેટલીક રસપ્રદ વાતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક


સ્મોલ બજેટ ફિલ્મ 'ઉડાન'થી ચર્ચામાં આવેલા વિક્રમાદિત્ય મોટવાણી હવે રણવિર સિંહ અને સોનાક્ષી સિંહાને લઈને 'લૂટેરા' લઈને આવ્યા છે. નવાઈની વાત એ છે કે મોટવાણીએ પોતાની ફિલ્મનું નામ 'લૂટેરા' એટલાં માટે રાખ્યું છે કે આ પ્રકારની ફિલ્મ્સમાં પહેલાં કામરાન, મહિપાલ અને દારા સિંહ જેવા કલાકારો કામ કરતા હતાં. જ્યારે આજે અક્ષય કુમાર 'રાઉડી રાઠોર' જેવી ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

રણવિર સિંહની હજી સુધી કોઈ ઈમેજ બની નથી. હજી તો તે ફિલ્મોદ્યોગમાં નવો છે. મોટવાણીએ બંગાળની જમીનદારીના યુગની વાર્તા પર એક બહુરૂપિયા ચોરની વાત કહી છે. જે પોતાને આર્કિયોલોજીસ્ટ ગણાવે છે. તે હવેલીનો એક ભાગ તોડીને મંદિરમાંથી ઘરેણાંની ચોરી કરે છે પરંતુ આ સમય દરમિયાન તેને જમીનદારની પુત્રી સાથે પ્રેમ થઈ જાય છે.

વધુ જાણવા માટે કરો આગળની તસવીર પર ક્લિક.....