• Gujarati News
  • Shah Rukh Khan Can't Keep His Hands Off Deepika Padukone

શાહરૂખને નથી પત્નીનો ડર, જાહેરમાં પકડી રાખ્યો દીપિકાનો હાથ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાહરૂખ ખાન સહિત બોલિવૂડની નામી- અનામી હસ્તીઓ મકાઉ પહોંચી ગઈ છે. શાહરૂખ દીપિકાના હાથમાં હાથ નાખીને ફરતો જોવા મળ્યો હતો. આઈફાને શાહરૂખ ખાન હોસ્ટ કરવાનો છે. શાહરૂખ દીપિકા સાથે સ્ટેજ પર પણ જોવા મળ્યો હતો.

સ્ટેજ પરથી ઉતરીને કિંગ ખાને દીપિકાનો હાથ પકડી લીધો હતો અને પછી છોડ્યો જ નહતો. શાહરૂખ અને દીપિકાની ફિલ્મ 'ચેન્નાઈ એક્સપ્રેસ' બાદ બન્ને વચ્ચે બોન્ડિંગ સારૂં થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે શાહરૂખ દીપિકાનો હાથ પકડીને ફરી રહ્યો હતો ત્યારે બધાની નજર તેના પર સ્થિર થઈ ગઈ હતી.

રસપ્રદ વાત એ છે કે આઈફાની સાંજે બન્ને સ્ટાર એક જ રંગના ડ્રેસમાં જોવા મળ્યાં હતાં. શાહરૂખ બ્લેક સૂટમાં ડેશિંગ લાગતો હતો અને દિપીકા બ્લેક અને સિલ્વર કલરના ડ્રેસમાં હોટ લાગી રહી હતી. દીપિકા અને શાહરૂખ એક-બીજાનો સાથ આપતા નજરે ચડ્યા હતા. થોડીવાર માટે શાહરૂખે દીપિકાની બહેન અનીષાનો પણ હાથ પકડી લીધો હતો.

શાહરૂખની આ હરકતની જાણ ગૌરી ખાનને થશે ત્યારે શાહરૂખની શી હાલત થશે તે તો આવનારો સમય જ કહેશે.

તસવીરોમાં શાહરૂખ અને દીપિકા....