તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિલ્મ રિવ્યૂઃ શાદી કે સાઈડ ઈફેક્ટ્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2011માં આવેલી બોલિવૂડ ફિલ્મ 'પ્યાર કા પંચનામા'નો એક લોકપ્રિય સંવાદ છે, 'હિંદી ફિલ્મ્સમાં યુવક-યુવતી મળે અને ફિલ્મ પૂરી. ત્યારપછીની વાર્તા કોઈ કહેતું નથી' આ સંવાદ પછી ફિલ્મમાં પરિણીત લોકોના જીવન અંગેની મુશ્કેલી બતાવવાની શરૂ થઈ. કેવી રીતે પતિ-પત્ની એકબીજાને સહન કરે છે. શુક્રવારના રોજ રીલિઝ થયેલી ફિલ્મ 'શાદી કે સાઈડ ઈફ્કેટ્સ'માં આવી જ કંઈક વાત વણાયેલી છે.
બાલાજી ટેલિફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે વિદ્યા અને ફરહાનના લગ્ન બાદ તેમનું જીવન કેવી રીતે બદલાઈ જાય છે. ખાસ વાત એ છે કે પરિણીત યુગલ આ ફિલ્મ જોતા જોતા ખળખડાટ હસી પડશે, તે વાત નક્કી છે. વિદ્યા અને ફરહાને એકબીજા પર એ હદે કટાક્ષ કર્યા છે, જેને કારણે એમ જ લાગે કે આ તો આપણી જ વાત છે.
આ ફિલ્મમાં લગ્નને વર્ષો થઈ ગયા હોય તે કપલની વાત કરવામાં આવી નથી પરંતુ તાજેતરમાં લગ્ન થયા હોય તે કપલની વાત કરવામાં આવી છે. જોકે, ફિલ્મ જોતા જોતા તમને ખ્યાલ આવી જશે કે ફિલ્મનું નામ 'શાદી કે સાઈડ ઈફેક્ટ્સ' નહીં પરંતુ 'બચ્ચે કે સાઈડ ઈફ્કેટ્સ' રાખવું જોઈએ. ફિલ્મમાં વિદ્યા અને ફરહાન વચ્ચે જે પણ પ્રશ્નો થાય છે, તે બાળકને જ કારણે થતા બતાવવામાં આવ્યા છે. ફિલ્મની આખી વાત બાળક અને તેને કારણે ઉભી થતી સમસ્યાની આસપાસ ફરે છે.
શું આ ફિલ્મ માત્ર પરિણીત યુગલ માટે છે?
એક હદ સુધી આ વાત સાચી છે. જો તમે પરિણીત જીવનનું અનુભવ કર્યો ના હોય તો તમે આ ફિલ્મને એન્જોય કરી શકો તેમ નથી. ફર્સ્ટ હાફમાં વિદ્યા અને ફરહાનની તીખી નોંક-ઝોંકથી દર્શકો ચોક્કસથી હસી પડશે તે વાત નક્કી છે. આ પરિસ્થિતિમાં દર્શકો પોતાની જાતને ત્યારે જ કનેક્ટ કરી શકશે, જ્યારે તે પોતે પરિણીત હોય.
જ્યાં સુધી દિગ્દર્શનની વાત છે, આ ફિલ્મથી દિગ્દર્શન બનનાર સાકેત ચૌધરીએ સારું કામ કર્યું છે. તેણે પરિણીત યુગલને એ શીખવવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે કે પોતાના જીવનને કેવી રીતે સારું બનાવવું.
જો તમે એ વિચારીને ફિલ્મ જોવા જતા હોવ કે ફિલ્મમાં તમને કપિલ શર્મા ટાઈપના જોક્સ સાંભળવા મળશે તો તમે નિરાશ થશો. ફિલ્મમાં આના કરતાં પણ વધારે ડ્રામા અને કોમેડી છે.
અભિનયઃ
ફરહાન અખ્તર ટેલેન્ટેડ કલાકારોમાંથી એક છે. ફિલ્મ જોયા બાદ આપને વિશ્વાસ થશે કે દરેક નાના-મોટા પાત્રોએ સારો અભિનય કર્યો છે. દિગ્દર્શકે કલાકારો પાસેથી અભિનય કરાવ્યો છે. સાકેતને ખ્યાલ છે કે ક્યા કલાકાર પાસે કેવી અભિનય ક્ષમતા છે અને આ વાતને તેમણે રૂપેરી પડદે રજૂ કરી છે. ફરહાન અખ્તરે 'રોક ઓન'થી લઈને 'શાદી કે સાઈડ ઈફેક્ટ્સ' સુધી, પોતાની જાતને કેળવી છે.
વિદ્યા બાલનનું પાત્ર 'ઘનચક્કર'ના પાત્ર સાથે મળતું આવે છે. વિદ્યાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સારી સ્ક્રિપ્ટ અને સારું દિગ્દર્શન હોય તો તે કંઈ પણ કરી શકે તેમ છે.
સંગીતઃ
સંગીત સામાન્ય છે. મોટા ભાગના ગીતો ફિલ્મની થીમ અને સ્ક્રિપ્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.
ફિલ્મ જોવી કે નહીં?
ફિલ્મનો ફર્સ્ટ હાફ ઘણો જ રસપ્રદ છે અને તેને કારણે દર્શકોને ભરપૂર મનોરંજન મળે છે. બીજો ભાગ થોડો બોરિંગ છે. જો તમારી પાસે કોઈ મહત્વનું કામ ના હોય તો તમે આ ફિલ્મ પાછળ પૈસા ખર્ચી શકો તેમ છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો