• Gujarati News
  • Sanjay Dutt Hurt By Aamir Khan Statement About Peekey

આમિર થી સંજય બેહદ નારાજ, 'પીકે' પર આપેલા નિવેદનથી લાગ્યો આઘાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંજય દત્ત આમિર ખાનથી ઘણો નારાજ છે. સુપ્રીમ કોર્ટે 1993નાં બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંજયને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે.આ કેસની સુનાવણી સમયે કોર્ટે તેને આત્મસમર્પણ કરવા માટે એક માસનો સમય આપ્યો હતો. પરંતુ સંજય દત્તની 'પીકે', 'શેર' અને 'પુલીસગીરી' જેવી ફિલ્મ્સનું શૂટિંગ અને ડબિંગ બાકી હોવાથી કોર્ટ સમક્ષ આત્મ સમર્પણનો સમય વધારવા અરજી કરી હતી. સંજય દત્તે આ અરજીમાં 'પીકે'નું શૂટિંગ પણ બાકી હોવાનું બહાનું કર્યું હતું.

તાજેતરમાં આમિર ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂર્ણ કરવા પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન આમિરે કહ્યું હતું કે તેમણે 'પીકે'માં સંજય દત્ત સાથેનાં શૂટિંગનો ભાગ પૂર્ણ કરી દીધો છે.

આમિરનાં નિવેદનથી સંજય દત્ત શા માટે નારાજ થયો? આ સવાલનો જવાબ જાણવા આ તસવીરો પર કરો ક્લિક