તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્ધનગ્ન તસવીર લીક થતાં સલ્લુમિયા ભરાયો રોષે!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ઓન સ્ક્રિન તો ઘણી જ સહજતાથી શર્ટ નીકાળી નાખતો હોય છે. જોકે, તાજેતરમાં જ ઈન્ટરનેટ પર સલમાન ખાનના શર્ટલેસ ફોટો લીક થયા છે. આ જોઈને સલમાન ખાન ઘણો જ ગુસ્સો આવી ગયો હતો.

આ તસવીરમાં સલમાન પોતાના મિત્રો અને ભાઈઓ સાથે પાર્ટીની મજા માણતો હોય છે અને તમામ શર્ટલેસ હોય છે.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન પોતાનું અંગત જીવન બહાર ના પડે તેનું પૂરતું ધ્યાન રાખતો હોય છે. જ્યારે નેટ પર આ ફોટો લીક થયો ત્યારે તેને ગુસ્સો આવે તે સમજી શકાય તેવી વાત છે.

સલમાન ખાન પોતાના તમામ સ્ટાફ પર નજર નાખે છે અને તેઓ કોઈ અંગત માહિતી લીક ના કરે તેનું બરોબર ધ્યાન રાખતો હોય છે.